________________
२२७
सम्बोधसप्ततिः ગાથા-૪૩ - કુસંગત્યાગ व्रज । ततः पर्वमित्रगृहे । सोऽप्येवम् । ततः प्रणाममित्रगृहे । स चोत्तमत्वात्प्रश्नं करोति । ततः का कीदृश्यवस्थेयम् ? मह्यं नृपः कुपितः । स भणति सर्वथा भयं मा कुरु, अहं तव पृष्ठिरक्षकः । ततः स निर्भयो जातः । तत आचार्योपदेशात् सहमित्रसमं देहं पर्वमित्रसमं कुटुम्बं प्रणाममित्रसमं धर्मं ज्ञात्वा
– સંબોધોપનિષદ્ પણ તેવું જ કહ્યું. પછી પ્રણામમિત્રના ઘરે ગયો. તે ઉત્તમ હોવાથી પ્રસન્ન કરે છે કે, “તારી આ કઈ અને કેવી અવસ્થા છે?” મંત્રીએ કહ્યું, “રાજા મારા પર ગુસ્સે થયો છે.” તેણે કહ્યું, “તું જરા પણ ડર નહીં, હું તારી પાછળ તારો રક્ષક બનીને રહીશ. તેથી તે નિર્ભય થયો.”
પછી દિવાકર આચાર્યશ્રીના ઉપદેશથી જાણ્યું કે શરીર એ સહમિત્ર જેવું છે કે જે સદા સાથે હોવાથી અત્યંત નિકટ છે. છતાં પણ તે આપત્તિના સમયે સાથ છોડી દે છે. કુટુંબ એ પર્વમિત્ર જેવું છે. વાર-તહેવારે-છાશવારે, વારંવાર તેની સોબત થતી રહે છે. પણ આપત્તિના સમયમાં તે પણ સાથ છોડી દે છે. ધર્મ એ પ્રણામમિત્ર જેવો છે, જેની સાથે માત્ર
ક્વચિત્ રસ્તામાં પ્રણામ કરવા પૂરતો જ વ્યવહાર હોય, પણ એટલા વ્યવહારને નાતે પણ એ સર્વ આપત્તિઓમાં રક્ષા કરે છે. તો પછી એવા ધર્મને જે સર્વસ્વ બનાવી દે, તેને તો ક્યા સુખો પ્રાપ્ત ન થાય ?
આ રીતે ધર્મ જ સર્વોત્તમ છે. તેનો જ સંગ કરવા જેવો છે.