________________
२२६ ગાથા-૪૩ - કુસંગત્યાગ સોળસપ્તતિઃ तव उत्तमत्वं व्यलोकि । तत उद्याने आनन्दसूरिस्तत्रागतः । तमागतं श्रुत्वा दिवाकरो वन्दित्वोपविष्ट: प्रश्नयति-भगवन् ! सर्वोत्तमत्वं क्वाप्यस्ति ? । गुरुणोक्तं शृणु क्षितिप्रतिष्ठितपुरे जितशत्रू राजा । तस्य मन्त्री सोम-दत्ताख्यः। तेन मित्रत्रयं विहितम् । तत्र सह १ पर्व २ प्रणाम ३ भेदात्तत्रयम् । अन्यदा राजा रुष्टः, ततो भयभीतो निशायामेकाकी सहमित्रगृहे પ્રાપ્ત: | તતઃ સમિત્રસ્ય પુરસ્તસ્વરૂપ યતિ તત: सहमित्रेणोक्तं तावन्मैत्री यावद्राजा न रुष्यति ततस्त्वं गृहाद्
સંબોધોપનિષદ્ – જોયું. પછી–ત્યાં ઉદ્યાનમાં આનંદસૂરિજી પધાર્યા. તેમની પધરામણી સાંભળીને દિવાકર વંદન કરીને બેસીને પ્રશ્ન કરે છે કે – “હે ભગવન્! શું ક્યાંય સર્વોત્તમપણું છે ખરું ?” ગુરુએ કહ્યું, “સાંભળ, ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં જિતશત્રુ નામનો રાજા હતો. તેને સોમદત્ત નામનો મંત્રી હતો. તેણે ત્રણ મિત્રો બનાવ્યા. (૧) સહમિત્ર, (૨) પર્વમિત્ર (૩) પ્રણામમિત્ર.
અન્ય કાળે રાજા રોષાયમાન થયો. તેથી તે મંત્રી રાતે એકલો સહમિત્રના ઘરે ગયો. પછી સહમિત્રની પાસે રાજાના રોષની વાત કરી. પછી સહમિત્રે કહ્યું કે, “આપણી મૈત્રી
ત્યાં સુધીની જ છે, કે જ્યાં સુધી રાજા ગુસ્સે ન થાય. માટે તું મારા ઘરેથી જા.” પછી મંત્રી પર્વમિત્રના ઘરે ગયો. તેણે