________________
सम्बोधसप्ततिः ગાથા-૪૩ - કુસંગત્યાગ ૨૨૩ पिङ्गलदासं जीवितदापनेन, पत्न्याश्चैकदा मयूरमांसदोहदपूरणेन मित्रसेनां दासी चोपकृतवान् । ततो राज्ञि क्रुद्धे जीवितव्यसन्देहं प्राप्तः कुसङ्गतिं परीक्ष्य मङ्गलपुरे गत्वा पूर्णचन्द्रराजसुतं सुगुणं गुणचन्द्रकुमारं दिवाकरः सेवते । अन्यदा कुमारो विपरीतशिक्षिततुरगेनाटव्यां प्राप्तः । तं तृषाक्रान्तं दृष्ट्वा पक्वामलकत्रयं लात्वा गतः । तं दृष्ट्वा कुमरोऽवदत्त्वं मां पानीयं पायय, ततस्तदभावे दिवाकरेणावाचि तृषोपशान्तिकारकत्वेन नास्ति
– સંબોધોપનિષદ્ – પિંગલદાસને જીવનદાન અપાવીને તેના પર ઉપકાર કર્યો, અને રાજાની પત્નીના (?) મોરના માંસને ખાવાનો મિત્રસેના દાસીનો દોહદ પૂરવા વડે તેના પર ઉપકાર કર્યો. રાજાએ જોયું કે પોતાના અપરાધી અને દુષ્ટ એવી વ્યક્તિઓ પર દિવાકરને સ્નેહ છે, તેથી રાજા દિવાકર પર ક્રોધે ભરાયો. દિવાકરનું જીવન જોખમમાં મુકાયું. આ રીતે કુસંગની પરીક્ષા કરીને મંગળપુરમાં જઇને પૂર્ણચન્દ્ર રાજાના પુત્ર સગુણોના ધારક એવા ગુણચંદ્રકુમારની દિવાકર સેવા કરે છે.
અન્ય કાળે કુમાર વિપરીત-શિક્ષિત એવા ઘોડા દ્વારા અટવીની મધ્યમાં પહોંચી ગયો. દિવાકરે જોયું કે રાજકુમાર તરસથી વ્યાકુળ છે. તે જોઈને તે ત્રણ પાકેલા આમળા લઈને ગયો. તેને જોઇને રાજકુમારે કહ્યું કે, “તું મને પાણી પીવડાવ.” પાણીના અભાવે દિવાકરે કહ્યું કે આ ત્રણ ફળ તરસ છિપાવનારા હોવાથી અમૂલ્ય છે. માટે તમે આ ત્રણ