________________
સોથતિઃ ગાથા-૪૦ – ગચ્છસ્વરૂપ રરૂ प्रस्तुतव्रतविरोधी वार्थः, यदुक्तम्-"दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जईवंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरंसि ॥१॥ पुनरप्युक्तम्-"आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं । संकाए संमत्तं, पव्वज्जा अत्थगहणेणं ॥१॥" इति । 'हुः' अवधारणे, स चाग्रे योक्ष्यते । 'कारणसमल्लियंपि' कारणेन केनचिन्निमित्तेन 'समल्लियं' समालीनं आश्लिष्टमपि
– સંબોધોપનિષદ્ – અર્થ', તે અહીં હિરણ્ય-સુવર્ણ પદથી સમજવાનો છે. જે કહ્યું છે - સેંકડો દોષોના કારણ-સમૂહ સમાન, પૂર્વ ઋષિઓ દ્વારા વિવર્જિત, યતિઓ દ્વારા વમન કરાયેલ, [અથવા-જો (તે દીક્ષા સમયે સ્વયં) વમન = ત્યાગ કરેલ], એવા અનર્થસ્વરૂપ અર્થને = ધન-અલંકાર આદિને તું ધાર્ણ કરે છે, તો પછી નિરર્થક તપ શા માટે કરે છે ? અર્થાત્ તારો સપરિગ્રહ તપ સફળ થવાનો નથી, માટે પહેલા પરિગ્રહનો ત્યાગ કર. (ઉપદેશમાલા ૫૧)
વળી કહ્યું પણ છે – આરંભમાં દયા નથી. મહિલાના સંગથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. શંકાથી સમ્યક્ત જાય છે અને અર્થગ્રહણથી પ્રવ્રજ્યા નિષ્ફળ થાય છે. (રત્નસંચય ૧૦૬, ગાથા સહસ્ત્રી ૨૬૭)
હુ = અવધારણ અર્થમાં છે. તેને આગળ યોજવામાં આવશે. કારણથી = કોઈ નિમિત્તથી સમાલીન = આલિષ્ટ પણ = હાથવગુ થયેલ પણ, ન સ્પર્શાય = રાગબુદ્ધિથી ન