________________
સોળસપ્તતિઃ ગાથા-૩૮-૩૯ - અસદ્ ગચ્છ પરિહાર ૨૨૨ यदुक्तम्-"कज्जेण विणा उग्गहमणुजाणावेइ दिवसओ सुवइ। अज्जियलाभं भुंजइ, इत्थिनिसज्जासु अभिरमइ ॥१॥" कार्येण विना निष्प्रयोजनमवग्रहं देवेन्द्रादीनामनुपज्ञापयति, दिवसतो दिने स्वपिति शेते, आर्यिकालाभं भुङ्क्ते, स्त्रीनिषद्यासु तदुत्थानानन्तरमभिरमत इति, प्राकृतत्वात् षण्ढत्वम् । स गौतम ! कीदृशो गच्छ: ? इति श्रीवर्धमानस्वामिना गौतममभिमुखीकृत्योक्तम्, एतावतेदृशो गच्छ: परिहरणीय इति बोधितम् ॥३९॥
– સંબોધોપનિષદ્ લેનારા સાધુઓ પાર્થસ્થ થાય છે. કારણ કે કહ્યું છે કે – કાર્ય વિના અવગ્રહની અનુજ્ઞા લે, દિવસે સૂવે, સાધ્વીઓનું લાવેલું વાપરે, સ્ત્રીના આસન પર બેસે. સેવા (ઉપદેશમાલા ૩૬૬) - વ્યાખ્યા – પાર્થસ્થાદિના લક્ષણમાં કહ્યું છે કે તે પ્રયોજન વિના દેવેન્દ્ર, ચક્રવર્તી વગેરેના અવગ્રહની અનુજ્ઞા લે છે, દિવસે સૂવે છે, સાધ્વીજીનું લાવેલું વાપરે છે. અને સ્ત્રીઓના ઉભા થયા પછી તેમના આસન પર બેસે છે.
હે ગૌતમ ! તે કેવો ગચ્છ છે? આ રીતે શ્રી વર્ધમાનસ્વામિએ શ્રી ગૌતમસ્વામિને અભિમુખ કરીને કહ્યું છે. આમ કહેવા દ્વારા આવો ગચ્છ ત્યાગ કરવા યોગ્ય છે, એમ જણાવ્યું. ગચ્છ એ પુલિંગ શબ્દ છે, પણ પ્રાકૃત હોવાથી તેનો નપુંસકલિંગમાં નિર્દેશ કર્યો છે. કારણ કે પ્રાકૃતમાં લિંગ વ્યભિચારી પણ હોય છે. ૩૯