________________
१९०
ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ
सम्बोधसप्ततिः
छट्टेणं अणिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरति" इतिश्रुतेः परशासने चाचामाम्लतपसोऽनभिधानात् । न च पूर्वभवे निदानकरणात्सम्यक्त्ववैकल्यमस्या: सम्भाव्यम्, दशाश्रुतोक्तसम्यक्त्वादिविघातकनिदानेभ्योऽस्य भिन्नत्वात् । न चैतदसम्भाव्यम्, तस्यास्तद्भवे सर्वविरतिप्राप्तेरप्यागमे श्रवणात् । तथा भगवद्वर्धमानस्वामिवचननिर्णीतसम्यक्त्ववता सूर्याभेनापि श्रीराजप्रश्नीयोपाङ्गे जिनप्रतिસંબોધોપનિષદ્
ઘાતક છે' એવું નથી. જે નિદાનો સમ્યક્ત્વાદિના વિઘાતક છે, તે નિદાનોનું વર્ણન દશાશ્રુતસ્કંધમાં કરેલું છે. દ્રૌપદીનું નિદાન તે નિદાનોથી ભિન્ન હોવાથી સમ્યક્ત્વાદિનું વિઘાતક ન હતું.
શંકા - અરે, પણ નિદાન સમ્યક્ત્વાદિનું વિઘાતક ન બને, એ ક્યાંથી સંભવે ?
સમાધાન - એ અસંભવિત નથી. કારણ કે દ્રૌપદી તે જ ભવમાં સર્વવિરતિ પામે છે એવું પણ આગમમાં કહ્યું છે. જો નિદાન એકાંતે સમ્યક્ત્વાદિનું વિઘાતક જ હોય, તો દ્રૌપદી સર્વવિરતિ ક્યાંથી પામત ?
વળી શ્રી રાજપ્રશ્નીય ઉપાંગસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે. ભગવાન વર્ધમાનસ્વામિના વચનથી સૂર્યાભદેવ સમ્યક્ત્વી છે, એવો નિર્ણય થાય છે. તેણે પણ જિનપ્રતિમાઓની સમક્ષ