________________
સમ્બોસપ્તતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૨૧ तवाचष्टे, भगवन् ! वीतरागताम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाद्वलः ॥१॥" इति । न चैकोनषष्टिसहस्राधिकलक्षं भगवच्छ्रावकाणामासीत्तत्समये, परं न केनाप्यर्हत्प्रतिमाएं कृतेति वाच्यम् । पूर्वं त एव प्रष्टव्याः किं सर्वेषां तेषामभिधानानि भवन्तो जानन्ति ?, न च तेषां सर्वेषामप्यभिधानाभिधानं सिद्धान्तेऽपि श्रूयते । यच्च केषाञ्चिदानन्दकामदेवाम्बडादीनामभिधानानि श्रूयन्ते, तेषां च स्पष्टमेव-"अन्नउत्थिय
સંબોધોપનિષ કે- હે ભગવાન ! તારું શરીર જ તારી વીતરાગતાને જણાવી દે છે. બખોલમાં અગ્નિ હોય, તો વૃક્ષ લીલુંછમ ન હોઈ શકે. (સ્ત્રી-શસ્ત્ર વગેરેનો અભાવ અને પ્રશાંતમુદ્રા જ તારી વિતરાગતાનું પ્રમાણ છે.)
પૂર્વપક્ષ - તે સમયે પ્રભુ વીરના ૧ લાખ ૨૯ હજાર શ્રાવકો હતાં. પણ કોઈએ ભગવાનની પૂજા કરી ન હતી.
ઉત્તરપક્ષ - જે આવી દલીલ કરે છે, તેમને જ પહેલા તો એ પ્રશ્ન કરવો જોઈએ કે શું તમે એ બધાના નામોને જાણો છો? શાસ્ત્રમાં તે બધાના નામો પણ કહ્યા નથી, તો તેમણે પૂજા કરી ન હતી, આવું તમે શી રીતે કહી શકો? વળી આનંદ, કામદેવ, અંબડ વગેરે કેટલાક શ્રાવકોના નામ સંભળાય છે, તેમના દ્વારા દ્રવ્યસ્તવનું ઉપાદાન કરાયું હતું, તેના સૂચક પાઠો તે તે આગમમાં મળે જ છે.