________________
સોળસતતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૦૩ पभूततरणिज्जराफलो य त्ति कातूणं ।" इति गाथार्थः । तदेवं भावस्तवहेतुत्वाद् द्रव्यस्तवस्यापि मोक्षाङ्गत्वं बोधितम् । ननु यथा गृहिणां कूपोदाहरणात्स्नानादि युक्तम्, एवं यतेरपि तद्युक्तमेव । एवं च कथं स्नानादौ यतिर्नाधिकारीति पूर्वपक्षः, अत्रोच्यते-यतयो हि सर्वथा सावधव्यापारान्निवृत्तास्ततश्च कपोदाहरणेनापि तत्र प्रवर्तमानानां तेषामवद्यमेव चित्ते स्फरति न धर्मः, तत्र सदैव शुभध्यानादिभिः प्रवृत्तत्वात् । गृहस्थास्तु
– સંબોધોપનિષદ્ - કરે છે. માટે શ્રાવકોએ આ દ્રવ્યસ્તવ કરવો જોઈએ. કારણ કે દ્રવ્યસ્તવ શુભ અનુબંધવાળો છે અને પ્રભૂતતર નિર્જરારૂપી ફળ આપનારો છે, આ રીતે ગાથાર્થ છે.
આ રીતે દ્રવ્યસ્તવ પણ મોક્ષનું અંગ છે, કારણ કે તે ભાવસ્તવનું કારણ છે, એમ જણાવ્યું.
શંકા - જેમ કૂવાના ઉદાહરણથી ગૃહસ્થોને સ્નાનાદિ ઉચિત છે, તેમ યતિને પણ તે ઉચિત જ છે. તો પછી યતિ સ્નાનાદિમાં અધિકારી કેમ નથી ? * સમાધાન - યતિઓ સર્વથા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત છે, માટે કૂવાના ઉદાહરણથી પણ સ્નાનાદિમાં પ્રવૃત્તિ કરતા એવા તેમને મનમાં પાપ જ સ્કુરાયમાન થાય છે, ધર્મ નહીં, કારણ કે ધર્મમાં તો તેઓ હંમેશા શુભધ્યાન વગેરેથી પ્રવૃત્ત છે. ગૃહસ્થો તો સ્વભાવથી જ સતત સાવદ્યમાં પ્રવૃત્ત થયા છે.