________________
૨૨૮ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ સમ્પોસિપ્તતિઃ हरिणैगमेषिस्थापनायाः पूजाकरणात् षट्पुत्री प्राप्तेति श्रूयमाणत्वात् । अपि च यथा चित्रिता घटिता वा पाञ्चालिका सुरूपा सालङ्कारा दृष्टा सती रागवृद्धिं जनयति, अत एवोक्तम्"चित्तभित्तिं न निज्झाए, नारिं वा सुअलंकियं । भक्खरंपि व दट्टणं, दिट्टि पडिसमाहरे ॥१॥" इति । तथा भगवन्मूर्ति - साग्रन्यस्तदृष्टी रागद्वेषाङ्काकलुषिता निभालिता सती कथं न वैराग्यवृद्धि जनयिष्यतीति, अत एव श्रीहरिभद्रसूरिभिरप्राप्तसम्यक्त्वैरपि प्राग् जिनप्रतिमामालोक्योक्तम्-"वपुरेव
– સંબોધોપનિષદ્ મળતું, એવું નથી, કારણ કે નાગ શ્રાવકની પત્ની સુવાસાએ હરિર્ઝેગમેષ દેવની સ્થાપનાની પૂજા કરવા દ્વારા છ પુત્રો પ્રાપ્ત કર્યા હતા, એવું સંભળાય છે. વળી જેમ ચિત્રિત કે ઘડેલી પૂતળી હોય, તે સારા રૂપવાળી અને અલંકાર સહિત હોય, તો તેને જોવાથી રાગની વૃદ્ધિ થાય છે, માટે જ કહ્યું છે કે – ભીંત પર રહેલા ચિત્રને ન જોવું, અથવા તો સારી રીતે અલંકૃત એવી સ્ત્રીને ન જોવી. જો સહસા દેખાઈ જાય તો જાણે મધ્યાહનના સૂર્યને જોયો હોય, તેમ તરત જ દૃષ્ટિ પાછી ખેંચી લેવી. (દશવૈકાલિક ૮/૫૫, જીવાનુશાસન ૧૫૬, શીલોપદેશમાલા ૭૧) તે જ રીતે નાસિકાના અગ્ર ભાગ પર જેની દૃષ્ટિ છે એવી, રાગ-દ્વેષરૂપી કલંકથી અકલંકિત એવી ભગવાનની મૂર્તિનું દર્શન વૈરાગ્યની વૃદ્ધિ કેમ નહીં કરે ? માટે જ શ્રીહરિભદ્રસૂરિજીએ ગૃહસ્થાવસ્થામાં જ્યારે સમ્યક્ત પ્રાપ્ત કર્યું ન હતું, ત્યારે પણ જિનપ્રતિમાને જોઇને કહ્યું હતું