________________
૨૨૬ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ લોથપ્તતિ: नामोत्कीर्तनेऽपि साम्यमेव । न च नाम्नोऽप्यनाराध्यत्वमिति वाच्यम्, सिद्धान्ते-"तहारूवाणं अरहंताणं भगवंताणं नामगोत्तसवणयाए महप्फलं, किमंग पुण अभिगमणवंदणणमंसणपज्जुवासणाए ।" इतिभणनादनाराध्यत्वे नाम्नो महत्फलमिति नाकथयिष्यन्निति । अपि च ज्ञानादिरहितत्वेऽपि भवद्भिरपि गुरुपरिगृहीतकम्बलिकाद्युपकरणस्य पादघट्टने आशातनायाः
– સંબોધોપનિષદ્ – અનારાધ્ય માની લેશું. એટલે પ્રતિમા પણ અનારાધ્ય તરીકે જ સિદ્ધ થશે.
ઉત્તરપક્ષ-- નામ જો અનારાધ્ય હોત, તો નામના શ્રવણથી મોટા ફળની પ્રાપ્તિ થાય છે, એવું આગમમાં ન કહ્યું હોત. આગમમાં કહ્યું છે કે – તેવા પ્રકારના અરિહંત ભગવંતોના નામ ગોત્રના શ્રવણથી પણ મોટું ફળ મળે છે, તો પછી અભિગમન, વંદન, નમસ્કાર અને પર્યાપાસનાની તો શું વાત કરવી ? (ભગવતીસૂત્ર શ. ૯, ઉ. ૩૩, પપાતિક ૨૭) આ વચન પરથી નામની આરાધ્યતા સિદ્ધ થાય છે. માટે જેમાં જ્ઞાનાદિ ન હોય, તે આરાધ્ય નથી એવો નિયમ નથી. સ્વયં જ્ઞાનાદિ ન હોય, પણ જ્ઞાનાદિનું કારણ હોય, તે પણ આરાધ્યા છે. વળી જ્ઞાનાદિ રહિત એવા પણ ગુરુની કામળી વગેરે ઉપકરણને પગ લાગે, તો એમાં તમે “આશાતના” માનો છે. જો તે ઉપકરણ આરાધ્ય ન હોય તો તેને પગ લાગવાથી આશાતના ન ઘટી શકે. આરાધ્યનું અપમાન એ “આશાતના”