________________
સોળસપ્તતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૨૨ मानां पुरतः पूजापुरस्सरं शक्रस्तवपाठस्य पठनात् । न च देवानां करणीयमिदमिति वाच्यम्, तेषां करणीयेऽपि संसारमोक्षहेतु-स्वरूपविशेषस्य तैरप्यङ्गीकारात् । तथाहि मिथ्यादृग्देवो मार्गस्थ-साधुमुल्लङ्घ्य याति, सम्यग्दृष्टिस्तु साधु वन्दित्वा गच्छ-तीत्येवमुभयोः करणीयत्वसाम्येऽपि तयोः शिवभवहेतुत्वं स्पष्टमेव । न चागमे सम्यक्त्वविधुराः केऽपि
- સંબોધોપનિષદ્ - પૂજા કરીને શક્રસ્તવપાઠ કહ્યો હતો. આ રીતે સમ્યસ્વી દેવે પણ જિનપૂજાનું આચરણ કર્યું હોવાથી, જિનપૂજા ઉપાદેય જ
શંકા - એ તો દેવોનું કર્તવ્ય છે, એટલા માત્રથી તેમના સમ્યક્તનો નિશ્ચય ન થઈ શકે.
સમાધાન - ના, કારણ કે એ દેવોનું કર્તવ્ય હોવા છતાં પણ એક સંસારનું કારણ અને બીજું મોક્ષનું કારણ એવો સ્વરૂપવિશેષ તેમણે પણ સ્વીકાર્યો છે. તે આ પ્રમાણેમિથ્યિાદૃષ્ટિ દેવ માર્ગમાં રહેલા સાધુનું ઉલ્લંઘન કરીને જાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ દેવ સાધુને વંદન કરીને જાય છે. આ રીતે બંનેનું ગમનરૂપી કર્તવ્ય સમાન હોવા છતાં પણ એકનું ગમન સંસારનું કારણ બને છે. અને બીજાનું ગમન મોક્ષનું કારણ બને છે. આ રીતે બંનેની ક્રિયામાં ભેદ છે = વિશેષ છે, એ સ્પષ્ટ જ છે.