________________
૨૨ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ લોથલતતિઃ भावसारं श्रीजिनप्रतिमायाः पुरतः शक्रस्तवं पठितवन्त इति दृष्टचराः श्रुतचरा वा । न च 'देवा अहम्मिया' इतिभणनात् देवा अधर्मिणस्तेषां किं करणीयं प्रशंसनीयमिति वाच्यम्, तेषां चाधर्मित्वं विरतिधर्मापेक्षया न च सम्यक्त्वापेक्षया, तस्यापि धर्मपक्ष एव कक्षीकरणात् । न च तेनान्यदपि वस्तुजातचितं
– સંબોધોપનિષદ્ સમ્યક્ત રહિત એવા કોઈ જીવોએ અત્યંત ભાવપૂર્વક જિનપ્રતિમાઓની સમક્ષ શક્રસ્તવપાઠ કર્યો હોય, એવું આગમમાં ક્યાંય દેખાયું કે સંભળાયું નથી.
શંકા - દેવો અધાર્મિક છે (અર્થથી ભગવતી સૂત્ર શતક ૧૭ ઉદ્દેશ ૨) એવું કહ્યું હોવાથી તેમનું કયું કૃત્ય પ્રશંસનીય છે ? અર્થાત્ તેમનું કોઇ કૃત્ય પ્રસંશનીય નથી. માટે તેમણે કરેલી પૂજા પણ અપ્રશંસનીય હોવાથી તેના દ્વારા દ્રવ્યસ્તવની ઉપાદેયતા સિદ્ધ ન થઈ શકે.
સમાધાન - દેવોને અધર્મી કહ્યા છે, તે વિરતિરૂપી ધર્મની અપેક્ષાએ છે, સમ્યત્વની અપેક્ષાએ નથી. કારણ કે સમ્યક્તને પણ ધર્મના પક્ષમાં જ માન્યું છે = સમ્યક્ત પણ એક પ્રકારનો ધર્મ જ છે અને તેની અપેક્ષાએ તો દેવોને પણ ધાર્મિક જ માન્યા છે.
શંકા - સૂર્યાભ દેવે તો બારસાખની પૂતળીઓ વગેરેની પૂજા પણ કરી હતી. તો જેમ તેમની પૂજા કરી, તે જ રીતે