________________
૨૮૮ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ સન્ડ્રોઇસપ્તતિઃ सम्यक्त्वमालिन्याभिशङ्क्यैवासंयतत्वादिदोषोपेतं नारदं नादृतवतीति सम्भाव्यते । न च राजवरकन्यकात्वाभिधानेन सम्यक्त्वराहित्यं तस्याः सम्भावनीयम्, यतो मल्लिस्वामिनो राजीमत्याश्च निर्णीतसम्यक्त्वत्वेऽपि ज्ञातोत्तराध्ययनसिद्धान्तयोः 'राजवरकन्या' इति पदाभिधानात्, तथाहि-"तएणं कुंभए तेसिं संजत्तिगाणं जाव पडिच्छइ पडिच्छइत्ता मल्लि विदेहरायवरकन्नं
– સંબોધોપનિષદ્ - મલિનતા થવાના ભયથી જ અસંમતપણું વગેરે દોષોથી યુક્ત એવા નાર્દનો આદર ન કર્યો.
પ્રશ્ન - દ્રૌપદીનો ઉલ્લેખ રાજવરકન્યા તરીકે કરવામાં આવ્યો છે. આગમમાં કરેલો આ ઉલ્લેખ જ બતાવી આપે છે કે દ્રૌપદી સમ્યક્તવતી ન હતી, અન્યથા સમ્યગ્દષ્ટિ કે શ્રાદ્ધી એવો ઉલ્લેખ જ કેમ ન કર્યો ?
ઉત્તર - આવી દલીલ ઉચિત નથી. કારણ કે જેમના સમ્યત્ત્વનો નિર્ણય થઈ ચૂક્યો છે, જેઓ સમ્યત્વી રૂપે તમને પણ માન્ય છે, એવા શ્રીમલ્લિનાથ અને રાજીમતી માટે પણ જ્ઞાતાસૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્રમાં રાજવરકન્યા” એવો પ્રયોગ કરાયો છે. તે આ પ્રમાણે – પછી કુંભ રાજા તે સાંયાત્રિકોના યાવત્ સ્વીકારે છે, સ્વીકારીને વિદેહરાજવરકન્યા મલ્લિને બોલાવે છે – આ પ્રમાણે શ્રીજ્ઞાતા