________________
૨૮૬ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ શોધસપ્તતિ: भाणियव्वं जाव धूवं डहइ डहइत्ता वामं जाणुं अंचेइ दाहिणं जाणुं धरणितलंसि णिवेसेति णिवेसित्ता ईसिं पच्चुण्णमति करयल जाव कट्ट एवं वयासी णमोत्थु णं अरहंताणं भगवंताणं जाव संपत्ताणं ।" इति श्रीज्ञाताले षोडशाध्ययने । न च विवाहादावैहिकफलाकाङ्क्षया द्रौपदी जिनपूजां व्यधादिति वाच्यम्, तत्र तया 'नमोत्थु णं' इत्यादिशक्रस्तवपाठेन
– સંબોધોપનિષદ્ – જિનપ્રતિમાઓની પૂજા કરે છે. અહીં પણ રાજપ્રશ્નીય આગમમાં સૂર્યાભદેવનો જે અધિકાર છે, તેની જેમ જ પાઠ કરવો, યાવત ધૂપદહન કરે છે, કરીને ડાબા જાનુને ઊંચો કરે છે, જમણા જાનુને ભૂમિ પર સ્થાપિત કરીને થોડી નીચે નમે છે. પછી બે હાથથી યાવત્ અંજલિ કરીને આ મુજબ કહે છે - નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાને – આ રીતે જ્ઞાતાધર્મકથા નામના અંગસૂત્રમાં સોળમા અધ્યયનમાં કહ્યું છે.
પ્રશ્ન - એ સમયે દ્રૌપદીના વિવાહનો પ્રસંગ હતો. માટે વિવાહાદિમાં આલોકસંબંધી ફળને પ્રાપ્ત કરવા માટે દ્રૌપદીએ જિનપૂજા કરી હતી. માટે તેના પરથી દ્રવ્યસ્તવ ઉપાદેય શી રીતે થઈ શકે ?
ઉત્તર - જો દ્રૌપદીએ આલોકસંબંધી ફળ માટે જ જિનપૂજા કરી હોત, તો તે પૂજા પછી યાચના પણ તેવા ફળની જ કરત. પણ દ્રૌપદીએ તો નમોત્થણ વગેરે શકસ્તવનો પાઠ