________________
સમ્બોલપ્તતિ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૧૮૬ तीर्थबाह्याः, यतो द्रौपद्यादिभिर्भगवत्पूजाया विहितत्वात्, तथाहि"ततेणं सा दोवती रायवरकण्णा जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छइत्ता मज्जणघरं अणुविसइ अणुपविसइत्ता ण्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पवेसाई मंगल्लाइं वत्थाइं परिहिया मज्जणघरातो पडिणिक्खमति पडिणिक्खमतित्ता जेणेव जिणहरे तेणेव उवागच्छइ उवागच्छइत्ता आलोए जिणपडिमाणं पणामं करेइ । लोमहत्थगं परामुसइ परामुसइत्ता एवं जहा सूरियाभो जिणपडिमातो अच्चेति तहेव
– સંબોધોપનિષદ્ પર્યાયજીવોની હિંસારૂપ છે. (આવું તે દ્રવ્યસ્તવનું બહુમાન ન કરનારાઓનું મંતવ્ય છે.) તે જીવો તીર્થબાહ્ય છે. કારણ કે દ્રૌપદી વગેરેએ ભગવાનની પૂજા કરી હતી, એવું જ્ઞાતાધર્મકથા આદિ આગમોમાં સ્પષ્ટ જોવા મળે છે. તે પાઠ આ પ્રમાણે છે - પછી તે રાજવરકન્યા દ્રૌપદી જ્યાં સ્નાનાલય છે, ત્યાં આવે છે, આવીને સ્નાનાલયમાં પ્રવેશ કરે છે, પ્રવેશીને સ્નાન કરીને, જેણે બલિકર્મ કર્યું છે એવી, જેણે કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા છે એવી, સભાપ્રવેશ સમયે પહેરવા યોગ્ય શુદ્ધ મંગલભૂત વસ્ત્રો પહેરીને સ્નાનાલયમાંથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં જિનાલય છે, ત્યાં આવે છે, આવીને જિનપ્રતિમાના દર્શન થતા પ્રણામ કરે છે. લોમહસ્તક (મોરપીંછી) લે છે, લઈને સૂર્યાભ દેવની જેમ