________________
શા
૨૭૨ ગાથા-૩૪ - આજ્ઞાભંગનું પરિણામ સવ્વો સતતિઃ स हि खण्डिताशं स्वसेवकं मारयतीति प्रतीतम्, यत उक्तम्"आज्ञाभङ्गो नरेन्द्राणां, महतां मानखण्डम् । मर्मप्रकाशनं पुंसामशस्त्रवध उच्यते ॥१॥" इतिसुभाषितानुसारेणाज्ञाविराधकानां कुतो जीवितम् ? 'सर्वज्ञस्य' सर्ववेदिनो देवाधिदेवस्य 'आज्ञाभङ्गे' 'अनन्तशः' अनन्तवारान् यावत् 'निग्रहं' मरणदुःखं 'लभते' प्राप्नोति । जिनाज्ञा ह्येवं यद् गीतार्थाचार्यपरम्परागतोऽर्थः स्वच्छेकबुद्ध्या नाप्रमाणयितव्यः, यदुक्तं श्रीसूत्रकृताङ्गनिर्युक्तौ-"आयरियपरंपरएण आगयं
– સંબોધોપનિષદ્ - કરનાર પોતાના સેવકને મારે છે એ પ્રતીત છે. કારણ કે કહ્યું છે કે – રાજાઓની આજ્ઞાનો ભંગ, મહાપુરુષોનું માનખંડન અને પુરુષોના મર્મનું પ્રકાશન એ શસ્ત્ર વિના કરેલો વધ કહેવાય છે. અર્થાત્ તેનાથી રાજાદિને વધ જેવા દુ:ખનો અનુભવ થાય છે. અને તેથી રાજા તાદશવધકારકનો નિગ્રહ કરે છે. ૧]
આ સુભાષિતના આધારે આજ્ઞાની વિરાધના કરનારાઓનું જીવિત ક્યાંથી ? તેથી સર્વજ્ઞ = સકલવેત્તા = દેવાધિદેવ, તેમની આજ્ઞાનો ભંગ કરાતા અનંતવાર નિગ્રહ = મરણદુઃખ પામે છે.
એવી જિનાજ્ઞા છે કે ગીતાર્થ આચાર્યોની પરંપરાથી આવેલો અર્થ પોતાની ચતુર બુદ્ધિથી અપ્રમાણ ન કરવો. જેથી