________________
सम्बोधसप्ततिः
ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ १७७ चाविधिमात्रभीरवः-‘“जो जहवायं न कुणइ, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥१॥" तथा "आणाइ च्चिय चरणं तब्भंगे जाण किं न ભ્રાંતિ | આનં ૨ અવતો, સ્સામા ગૂરૂ સેસં ા''
સંબોધોપનિષદ્ કે ‘મારે વિધિ કરવી છે,' એવો જે અધ્યવસાય છે, તે પણ મોક્ષરૂપી ફળનું કારણ છે.
પણ જેઓ અવિધિમાત્રથી ભયભીત છે અને આ શાસ્ત્રવચનોનું પરિભાવન કરે છે - જે બોલ્યા મુજબ કરતો નથી = સર્વ સાવદ્ય નહીં કરું ઇત્યાદિ પ્રતિજ્ઞા કરીને તેનું પાલન કરતો નથી, તેનાથી અન્ય મિથ્યાદષ્ટિ બીજો કોણ છે? ધર્મીના વેષમાં પાપાચરણ/શિથિલાચરણ કરતો એવો તે બીજાને શંકા ઉપજાવે છે કે ‘શું તેમના ભગવાને આવો જ ઉપદેશ આપ્યો હશે ?' આ રીતે તે મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. ||૧|| (ઉપદેશમાલા ૫૦૪, ગુરુતત્ત્વવિનિશ્ચય ૧-૧૩૧, દ્રવ્ય સપ્તતિકા ૩૬, પંચાશક ૫૪૦, પંચવસ્તુક ૧૬૬૬, સામાચારી ૨૮, આરાહણાપડગા ૨૩, ગાથાસહસ્રી ૫૫૮, જીવાનુ-શાસન ૨૩૨)
તથા - આજ્ઞામાં જ ચારિત્ર છે. આજ્ઞાના ભંગમાં તો શું નથી ભાંગ્યું ? અર્થાત્ સર્વસ્વ ભાંગી ગયું છે, એ તું સમજ અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે બાકીનું કોના આદેશથી