________________
૨૭૮ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ સ્વાસપ્તતિઃ इति च भावयन्तो जिनपूजनसामायिकप्रतिक्रमणादि सर्वथा न विदधति ते मूढा उत्सर्गापवादविदो न भवन्ति, यतः"अविहिकया वरमकयं, असूयवयणं भणंति समयन्नू । पायच्छित्तं जम्हा, अकए गुरुअं कए लहुअं ॥१॥" इति, अयं भावः-संस्तरण उत्सर्गविधिरेवासेवनीयः, असंस्तरणे
– સંબોધોપનિષદ્ – કરે છે? અર્થાત્ જે ભગવાનની એક આજ્ઞાનો પણ સ્વરસથી ભંગ કરે છે, તે દેખીતી રીતે બીજી આજ્ઞાનું પાલન પણ કરતો હોય, તો ય વાસ્તવમાં તો તે સ્વેચ્છાચારનું જ પોષણ કરે છે. કારણ કે બાહ્ય રીતે આજ્ઞાપાલન દેખાતું હોવા છતાં પણ તેના મૂળમાં તો સ્વચ્છંદતા જ છે. જો સ્વચ્છંદતા ન હોત, તો તે એકાદ આજ્ઞાનો પણ ભંગ ન કરત. તેના
(ઉપદેશમાલા ૫૦૫, ગાથાસહસ્ત્રી પ૫૭) જેઓ ઉપરોક્ત વચનોનો વિચાર કરીને જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે સર્વથા નથી કરતા તેઓ મૂઢ છે. તેઓ ઉત્સર્ગ–અપવાદને જાણતા નથી. કારણ કે એવું શાસ્ત્રવચન છે કે – “અવિધિથી કરવા કરતા ન કરવું સારું આવું વચન ઉસૂત્ર છે, એમ સિદ્ધાન્તજ્ઞાતા કહે છે. કારણ કે ન કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત છે, અને કરવામાં નાનું પ્રાયશ્ચિત્ત છે. ૧il (ષસ્થાનકમ્ ૮૨, જીવાનુશાસન ૬૧, વિચારસાર ૮૯૬, ગાથાસહસ્ત્રી ૧૨૮) આશય એ છે કે જ્યારે નિર્વાહ થતો હોય, ત્યારે ઉત્સર્ગવિધિનું જ સેવન કરવું જોઈએ.