________________
૨૭૬ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ લખ્યોથસપ્તતિઃ विधिर्न सेवनीय एवेतिभावः, निष्कारणाविधेराज्ञाभङ्गरूपत्वात्, तदुक्तं निशीथचूर्णी-“निक्कारण अविहिपडिसेवा नियमा आणाभंगो अणवत्था मिच्छत्तं न जहावादी तहाकारित्ति ।" स एव धर्मो 'विधिकृतः' आगमोक्तप्रकारेण विहितो 'मोक्ष' मुक्तिं ददाति । विधिश्च ग्रन्थान्तरादवसेयः । यद्यपि सर्वोऽप्यागमोक्तो विधिरस्मत्सदृशैस्तपस्विभिर्विधातुमशक्यस्तथाऽपि विधिकृते यत्नो विधेयः, तत्करणाध्यवसायस्यापि मोक्षफलहेतुत्वात् । ये
– સંબોધોપનિષદ્ અવિધિ ન સેવવી જોઇએ. કારણ કે નિષ્કારણ અવિધિ આજ્ઞાભંગેરૂપ છે. તે નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે - નિષ્કારણ અવિધિપ્રતિસેવા એ અવશ્ય આજ્ઞાભંગરૂપ છે, અનવસ્થાનું અને મિથ્યાત્વનું કારણ છે. તેવું કરનારી વ્યક્તિ યથાવાદી તથાકારી નથી = જિનશાસનનો સ્વીકાર કરનારી વ્યક્તિ જો જિનાજ્ઞાનો ભંગ કરે, તો તે પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી.
તે જ ધર્મ વિધિત હોય = શાસ્ત્રકથિત પ્રકારથી કરાયેલો હોય, તો તે મોક્ષ = મુક્તિ આપે છે. વિધિ અન્ય ગ્રંથોથી જાણવો.
જો કે શાસ્ત્ર કથિત સર્વ વિધિ અમારા જેવા બિચારા = અલ્પ ધૃતિ-સંહનનવાળા જીવો કરી શકે એ શક્ય નથી, તો પણ વિધિકૃત ધર્મના વિષયમાં પ્રયત્ન કરવો જોઇએ. કારણ