________________
અવોઇસપ્તતિઃ ગાથા-૩૪ - આજ્ઞાભંગનું પરિણામ ૨૭રૂ जो उ छेयबुद्धीए । कोवेइ छेयवाई, जमालिनासं स नासिहिई ॥१॥" यदि च च्छेकवादी कश्चित्तं न प्रमाणयति तदा तेन तीर्थकराज्ञा खण्डिता भवति, तत्खण्डनाच्चानन्तानि मरणानि प्राप्नोति । षष्ठिशतप्रकरणेऽप्युक्तम्- "इय राणठक्कुराणवि, आणाभंगेण होइ मरणदुहं । किं पुण तिलोयपहुणो, નિધિદેવદિવસ " રૂતિ રૂા. ___ अथ जिनाज्ञाभङ्गपालनरूपाऽविधिविधिविहितधर्मस्य फलं सोपनयं कथयन्नाह
સંબોધોપનિષદ્ - શ્રીસૂત્રકૃતાંગનિર્યુક્તિમાં કહ્યું છે કે – જે ચતુરવાદી આચાર્યોની પરંપરાથી આવેલા અર્થને પોતાની ચતુર બુદ્ધિથી કોપિત કરે = તેનો અપલાપ કરે, તે જમાલિની જેમ નાશ પામે છે. // ૧પ (પર્યુષણા દશશતક પ૬, જીવાનુશાસન ૨૮૯) જો કોઈ એકવાદી તેને પ્રમાણિત ન કરે, તો તેણે તીર્થંકરની આજ્ઞાનું ખંડન કર્યું છે. અને તે તેનું ખંડન કરવાથી અનંત મરણો પામે છે.
ષષ્ઠિશતકપ્રકરણમાં પણ કહ્યું છે કે – આ રીતે રાજાઠાકોરોની આજ્ઞાનો ભંગ કરવાથી મરણ દુઃખ થાય છે, તો પછી ગૈલોક્યના સ્વામિ દેવાધિદેવ એવા જિનેન્દ્રની આજ્ઞાના ભંગના વિપાકની તો શું વાત કરવી? /લા (પ.શ.૯૮) ૩૪ll.
હવે જિનાજ્ઞાભંગરૂપ અવિધિ અને જિનાજ્ઞાના પાલનરૂપ વિધિથી કરેલા ધર્મનું ફળ ઉપનય સહિત કહે છે -