________________
૨૬૮ ગાથા-૩૩ – આજ્ઞા વગરનું નિરર્થક સોસપ્તતિઃ तृणप्रचयवत् 'प्रतिभाति' तत्सदृशो दृश्यत इत्यर्थः । यथा पलालप्रचयो धान्यरहितत्वान्निष्फलस्तथाऽऽज्ञात्यक्तो धर्मोऽपि निष्फल एवेति । 'अकणो व्रीह्यादिः पलालं' इत्युणादिवृत्तौ, पूलशब्दो लोकरूढ्या पूलकार्थः ॥३२॥
एतदेवाहआणाखंडणकारी, जहवि तिकालं महाविभूईए । पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥३३॥
– સંબોધોપનિષદ્ – જેમાંથી શાલિ, ડાંગર, વગેરના કણ નીકળી ગયા છે તેવા ઘાસના પૂંજના જેવો લાગે છે. જેમ ઘાસનો ઢગલો ધાન્યથી રહિત હોવાથી નિષ્ફળ છે, તેમ આજ્ઞારહિત ધર્મ પણ નિષ્ફળ જ છે, એવો અર્થ છે.
ઉણાદિવૃત્તિમાં કહ્યું છે કે કણ વિનાના વ્રીહિ વગેરે પલાલ છે. (ઉણા, ૨/૨૨૫) પૂલ શબ્દ લોકરૂઢિથી પૂળાના અર્થમાં છે. ૩રા.
એ જ કહે છે -
જે ત્રણે કાળ મોટી વિભૂતિથી વીતરાગને પૂજે, પણ જો તે આજ્ઞાનું ખંડન કરતો હોય, તો તેનું સર્વ પણ નિરર્થક છે. Ii૩૩ી (રત્નસંચય ૨૧૩, સંબોધ પ્રકરણ ૯૬૩) ૧. છે - પ્રતી-આર્ય શ્લોકો ન દશ્યતે |