________________
ગાથા-૧૯ છત્રીશ સૂરિગુણ
किञ्चिन्निरूपयामः-तत्र संसारे सर्वपदार्थानामनित्यताचिन्तनमनित्यभावना १ । देहिनां मरणादिभये संसारे शरणं किमपि नास्तीत्यादिचिन्तनमशरणभावना २ । जीवानां चतुरशीतिलक्षयोनिपरिभ्रमणचिन्तनं संसारभावना ३ । एकाक्येव जीव उत्पद्यते कर्माणि उपार्जयति भुङ्क्ते चेत्यादिचिन्तनमेकत्वभावना ४ । जीवानां देहात्पृथक्त्वे सति पुत्रकलत्रधनादिपदार्थेभ्योऽत्यन्तभेदः, अतस्तत्त्ववृत्त्या लोके कस्यापि सम्बन्धो नास्तीत्यादिचिन्तनमन्यत्वभावना ५ । देहस्य सप्तधातुमयस्य नव स्रोतांसि निरन्तरं સંબોધોપનિષદ્ -
આ બારભાવનાઓનું થોડું સ્વરૂપ કહીએ છીએ
१३०
सम्बोधसप्ततिः
—
(૧) તેમાં સંસારમાં સર્વ પદાર્થોની અનિત્યતાનો વિચાર કરવો એ અનિત્યભાવના છે. (૨) જીવોના મરણ વગેરેના ભયમાં સંસારમાં કાંઇ શરણ નથી, ઇત્યાદિ ચિંતન અશરણભાવના છે. (૩) જીવો ચોર્યાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે, તેનું ચિંતન સંસારભાવના છે. (૪) જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, કર્મોનું ઉપાર્જન કરે છે અને તે કર્મોનું ફળ ભોગવે છે, ઇત્યાદિ ચિંતન એકત્વભાવના છે. (૫) જીવો શરીરથી ભિન્ન છે માટે પુત્ર, પત્ની, ધન વગેરે પદાર્થોથી તો જીવો અત્યંત ભિન્ન છે. માટે વાસ્તવિક રીતે વિશ્વમાં કોઇનો પણ સંબંધ નથી, ઇત્યાદિ ચિંતન અન્યત્વભાવના છે. (૬) શરીર સાત ધાતુઓનું બનેલું છે. તેમાં નિરંતર નવ ગટરો