________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૩૦ - સંઘસ્વરૂ૫ ૨૫૬ ज्ञास्यति च्छेकं निपुणं हितं कालोचितं पापकं वा, अतो विपरीतमिति । ततश्च तत्करणं भावतोऽकरणमेव समग्रनिमित्ताभावात्, अन्धप्रदीप्तपलायनघुणाक्षरकरणवत् । पुनः किंभूतः? 'दर्शनयुक्तः' सम्यक्त्वकलितः ज्ञानदर्शनयोरेकस्वामिकत्वेनाव्यवहितं विशेषणं दर्शनयुक्त इति, यदुक्तम्-"जत्थ नाणं तत्थ नियमा दंसणं, जत्थ दंसणं तत्थ नियमा नाणं" इति । तथा
– સંબોધોપનિષદ્ - હિતકારક-કાળોચિત છે, આ પાપ છે = અનિપુણ-અહિતકારક-અકાળોચિત છે, એવું શું જાણશે ? માટે અજ્ઞાની પ્રવૃત્તિ કરે, તો ય પરમાર્થથી તો તે અપ્રવૃત્તિ જ છે. કારણ કે પ્રવૃત્તિનું સમગ્ર નિમિત્ત હાજર નથી. જેમ કોઈ આંધળો બળતા ઘરમાંથી પલાયન કરવાનો પ્રયત્ન કરે અથવા તો કીડો યુદચ્છાથી લાકડામાં કોતરકામ કરે, અને તેનાથી જોગાનુજોગ કોઈ અક્ષરો પડી જાય, તેના જેવી આ પ્રવૃત્તિ છે. માટે અજ્ઞાનીની ધર્મપ્રવૃત્તિ વાસ્તવમાં તો અપ્રવૃત્તિ જ છે. તેથી અહીં સંઘનું પ્રથમ વિશેષણ-નિર્મળજ્ઞાનપ્રધાન એવું કહ્યું છે. ' હવે બીજું વિશેષણ કહે છે - દર્શનયુક્ત = સમ્યક્તસહિત. જ્ઞાન અને દર્શન બંનેનો સ્વામિ એક જીવ હોય છે. માટે જ્ઞાનસહિત–પ્રતિપાદકવિશેષણ કહ્યા પછી વ્યવધાન વિના તરત જ દર્શન-સહિત–પ્રતિપાદક વિશેષણ કહ્યું છે. કારણ કે કહ્યું છે કે જ્યાં જ્ઞાન છે, ત્યાં અવશ્ય દર્શન છે અને જ્યાં દર્શન છે, ત્યાં અવશ્ય જ્ઞાન છે.