________________
સવો સતતિઃ ગાથા-૩૦ - સંઘસ્વરૂપ ૧૫૭ "समइपवित्ती सव्वा, आणाबज्झत्ति भवफला चेव । तित्थयरुद्देसेणवि, न तत्तओ सा तदुद्देसा ॥१॥" स्वमतिप्रवृत्तिश्चैवंविधा दोषहेतुः, यथा-"शृङ्गैः प्रसूनसमये जलकेलिलीलामन्दोलं भगवदोकसि देवतानाम् । धर्मच्छलाल्लगुडरासमनल्पहासं, निर्मापयन्त्यहह ! संसृतिहेतुमज्ञाः ॥१॥" तथा-"यात्राः प्रतीत्य पितरौ भवताऽत्र चैत्ये, यद्वाऽत्र मासि विहिताधनिनाऽमुना तत् । कार्यस्त्वयाऽपि च तथेति कथं
– સંબોધોપનિષદ્ – જે કહ્યું છે – સ્વમતિથી કરેલી સર્વ પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી સંસારરૂપી ફળ આપનારી જ છે. એવી પ્રવૃત્તિ તીર્થકરના ઉદ્દેશથી કરી હોય, તો પણ તે વાસ્તવમાં તીર્થકના ઉદ્દેશથી નથી. (ચૈત્યવંદન મહાભાષ્ય ૧૧૦, પંચાશક ૩૫૭) આવા પ્રકારની સ્વમતિપ્રવૃત્તિ દોષની હેતુ છે. જેમ કે -
વસંતકાળે ભગવાનના મંદિરમાં શિંગડાઓથી દેવતાઓની જલક્રીડા તથા લીલાવાળા હીંચકાનું નિર્માપણ તથા ધર્મના બહાને ઘણા હાસ્યવાળા દાંડિયારાસનું નિર્માપણ અજ્ઞાની જીવો કરે છે. પણ એ ધર્મ નહીં, સંસારકારણ છે = પાપ છે. માટે તે અજ્ઞાની જીવો ધર્મના નામે વાસ્તવમાં પાપનું જ સર્જન કરે છે. સેવા તથા - માતા-પિતાના આત્માને શાંતિ મળે તે માટે તમારે આ ચૈત્યમાં જાત્રા કરાવવી” અથવા તો આ શ્રીમંતે આ મહિને જાત્રા કરાવી માટે તમારે પણ તેમ