________________
सम्बोधसप्ततिः
ગાથા-૩૨ - આજ્ઞાથી સર્વ સફળ
१६३
क्रीडा भवति, सुकुमारशरीराणां तु पीडायै भवति । एवं भवाभीरूणां जिनाज्ञाभञ्जनं क्रीडा, परेषां च भयहेतुरित्यर्थः ॥૩॥
अथ तपआदीनामाज्ञया विहितानामेव प्रामाण्यमित्याहआणाइ तवो आणाइ संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपूल व्व पडिहाई ॥३२॥
व्याख्या- ' आज्ञया' सर्वं वाक्यं सावधारणमिति जिनाज्ञयैव સંબોધોપનિષદ્ તેમને તેવી ક્રિયા દુઃખદાયક થાય છે. આ રીતે જેઓ ભવભીરુ નથી તેમને મન જિનાજ્ઞાનો ભંગ એ રમત વાત છે, અને ભવભીરુ જીવોને એ ભયહેતુ છે. ।।૩૧।।
તપ વગેરે આજ્ઞાથી કરાય, તો જ પ્રમાણ છે, તે કહે છે - આજ્ઞાથી તપ છે, આજ્ઞાથી સંયમ છે, અને તે રીતે દાન પણ આજ્ઞાથી છે. જે ધર્મ આજ્ઞારહિત છે, તે જાણે ઘાસના પૂળા જેવો લાગે છે. I॥૩૨॥ (સંબોધપ્રકરણ ૬૬૧)
એવો ન્યાય છે કે સર્વ વાક્ય જકાર સહિત હોય છે. માટે મૂળમાં જકાર ન કહ્યો હોય, તો પણ વ્યાખ્યામાં તે વાક્યમાં ઉચિત સ્થાને જકાર સમજી લેવો જોઇએ. પ્રસ્તુતમાં આજ્ઞાથી—જિનાજ્ઞાથી જ કરાતું તપ વગેરે પ્રશસ્ત છે, અન્યથા નહીં, એ રીતે ‘જ’કારનો ઉચિત ન્યાસ સમજવાનો છે.