________________
૨૬ ગાથા-૩૦ - સંઘસ્વરૂપ વોઇસપ્તતિ: 'चारित्रगुणवान्' संयमगुणयुतः, ज्ञानदर्शनसहितोऽपि यदि चारित्रपवित्रो न भवति तदा सद्गतिप्राप्तिर्न भवेत्, यदुक्तम्"जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सोग्गईए ॥१॥" इति । गुणत्रयविभ्राजिष्णुरपि यदि तीर्थकराज्ञावियुक्तो भवति तदा सर्वमपि निष्फलम्, अत एवाह-'तीर्थकराज्ञायुक्तः' भगवदुक्तयथोक्तकरणलक्षणया तीर्थकराज्ञया युक्तः, यदुक्तम्
– સંબોધોપનિષદ્ તથા ચારિત્રગુણવાન = સંયમગુણથી યુક્ત. કારણ કે જો જ્ઞાન-દર્શનથી સહિત એવો પણ જીવ જો ચારિત્રથી પવિત્ર ન હોય, તો તેને સદ્ગતિની પ્રાપ્તિ ન થાય, કારણ કે કહ્યું છે કે – જેમ ચંદનના ભારનો વાહક ગધેડો ભારનો જ ભાગી થાય છે, ચંદનના ઉપભોગનો નહીં, તે જ રીતે ચારિત્રરહિત જ્ઞાની પણ જ્ઞાનનો જ ભાગી થાય છે સદ્ગતિનો નહીં. (સંગ્રહશતક ૧૯, ઉપદેશમાલા ૪૨૬)
આ રીતે ત્રણ ગુણોથી શોભાયમાન હોવા છતાં પણ જો તીર્થકરની આજ્ઞાથી વિયુક્ત હોય, તો તેનું બધું ય નિષ્ફળ છે. માટે જ કહે છે - તીર્થકરની આજ્ઞાથી યુક્ત = ભગવાને જે કહ્યું છે, તે કહ્યા મુજબ જ કરવારૂપ તીર્થકરાજ્ઞાથી સહિત.