________________
સમ્બો સપ્તતિઃ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ શરૂ गदार्तिक्लान्तानां धनमधनभावार्तमनसाम् । अनाथानां नाथो गुणविरहितानां गुणनिधिर्जयत्येको धर्मः परमिह हितव्रातजनकः ॥९॥ अर्हता कथितो धर्मः, सत्योऽयमिति भावयन् । सर्वसम्पत्करे धर्मे, धीमान् दृढतरो भवेत् ॥१०॥ एकामप्यमलामिमासु सततं यो भावयेद्भावनां, भव्यः सोऽपि निहन्त्यशेषकलुषं दत्ताऽसुखं देहिनाम् । यस्त्वभ्यस्तसमस्तजैनसमयस्ता द्वादशाप्यादरादभ्यस्येल्लभते स सौख्यमतुलं किं तत्र कौतूहलम्" III3II
- સંબોધોપનિષદ્ – મિત્ર છે, જે રોગપીડાથી દુઃખી જીવો માટે ઔષધ છે, જે નિર્ધનતાથી દુઃખી જીવો માટે ધન બરાબર છે, જે અનાથોનો નાથ છે, અને ગુણરહિત જીવો માટે ગુણોના નિધાનસમાન છે, જે આલોક અને પરલોકમાં કલ્યાણોની શૃંખલાઓનું સર્જન કરે છે, તે એક ધર્મ જય પામે છે. Iલા (દ્વાદશભાવના ૧૩૧) જે બુદ્ધિશાળી એવી ભાવના ભાવે છે કે “અરિહંતે કહેલો આ ધર્મ સત્ય છે તે સર્વસંપત્તિકારક એવા ધર્મમાં અધિક દૃઢ થાય છે. ||૧ી (કાદશભાવના ૧૩૨) જે ભવ્ય જીવ આ બાર ભાવનાઓમાંથી એક પણ શુદ્ધ ભાવનાનું સતત પરિભાવન કરે છે, તે પણ જીવોને દુઃખ આપનારા એવા સર્વ પાપને હણી નાખે છે. તો પછી જેણે સમગ્ર જૈન સિદ્ધાન્તનો અભ્યાસ કર્યો છે, તે આદરથી બારે ભાવનાઓનું વારંવાર પરિભાવન કરીને અતુલ્ય સુખ પામે છે, તેમાં શું કુતુહલપણું છે ? અર્થાત્ તેમાં કોઈ આશ્ચર્ય નથી. /૧૧/ (દ્વાદશભાવના ૧૩૩) /૧૯ો.