________________
૨૫૦ ગાથા-૨૮ - “સંઘ” વ્યપદેશને અયોગ્ય જીવો તખ્તો સપ્તતિ: स्वेच्छया चरन्तीत्येवंशीलाः 'स्वच्छन्दचारिणः' स्वच्छन्दगामिनो गुर्वाज्ञयाऽप्रवर्तमाना इत्यर्थः, तथाविधान, तथा 'शिवपथस्य' मोक्षमार्गस्य 'वैरिणः' प्रतिपक्षभूतान्, कुत इत्येवम् ? इत्याहआज्ञा भगवदादेशस्तस्माद्भ्रष्टाश्चुक्कास्तान् । सर्वमप्याज्ञयैव विधीयमानं सफलम्, आज्ञाविरहितं च निष्फलमेव, यदुक्तम्"आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ।" इति ॥२८॥
अथाज्ञाभ्रष्टानां प्रचुरलोकानामपि सङ्घत्वं न व्यपदिश्यते, आज्ञाभृतश्चाल्पस्यापि सङ्घत्वमित्याह
– સંબોધોપનિષદ્ - સ્વચ્છંદતાથી = સ્વેચ્છાથી આચરણ કરે છે તેઓ સ્વચ્છંદચારી = પોતાની ઇચ્છાથી ફરનારા = ગુર્વાશાથી પ્રવૃત્તિ નહીં કરનારા એવા, તેવા પ્રકારના, તથા શિવપથ = મોક્ષમાર્ગના વેરીઓ = શત્રુઓ, કેમ એવા ? તે કહે છે - કારણ કે આજ્ઞા = ભગવાનનો આદેશ, તેનાથી ભ્રષ્ટ = ચૂકેલા છે.
કોઈ પણ અનુષ્ઠાન જિનાજ્ઞાથી કરાય તો જ સફળ છે. અને જે જિનાજ્ઞાથી વિરહિત છે, તે નિષ્ફળ જ છે. કારણ કે તેનાથી મોક્ષરૂપી ફળ મળતું નથી. કારણ કે કહ્યું પણ છે કે- આજ્ઞાની આરાધના મોક્ષ આપે છે અને આજ્ઞાની વિરાધના સંસાર આપે છે. (વીતરાગ સ્તોત્ર ૧૯-૪) // ૨૮
હવે આજ્ઞાથી ભ્રષ્ટ એવા ઘણા લોકોમાં પણ સંઘપણાનો વ્યપદેશ થતો નથી. અને આજ્ઞાધારક એવો અલ્પ જન પણ