________________
સોળસપ્તતિઃ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ ૩૨ स्रवन्ति, मलमूत्रश्लेष्मादिवस्तूनि बीभत्सानि सहचारीणि सन्ति, अतः शुचित्वं कुतः स्यात् ? इत्यादिचिन्तनमशौचभावना ६। संसारमध्यस्थितसमस्तजीवानां मिथ्यात्वकषायाविरतिप्रमादातरौद्रध्यानादिहेतुभिर्निरन्तरं कर्माणि बध्यमानानि सन्तीत्यादिचिन्तनमास्त्रवभावना ७ । मिथ्यात्वादीनां बन्धहेतूनां संवरणोपायाः सम्यक्त्वादयस्तेषां चिन्तनं संवरभावना ८ । निर्जरा द्वेधा, सकामा अकामा च, तत्र सकामा साधूनाम्, अकामा अज्ञानिजीवानाम्, तत्र सकामा द्वादशप्रकारतपोविहितकर्मक्षयरूपा, अकामा पुनस्तिर्यगादीनां जीवानां तृषाबुभुक्षाच्छेदन
– સંબોધોપનિષદ્ – વહી રહી છે. તેમાં મળ, મૂત્ર, શ્લેખ વગેરે બીભત્સ સહચારી વસ્તુઓ રહેલી છે. માટે આવા શરીરમાં શુચિત્વ શી રીતે થાય ? ઇત્યાદિ ચિંતન અશુચિભાવના છે. (૭) સંસારમાં રહેલા સર્વ જીવો મિથ્યાત્વ, કષાય, અવિરતિ, પ્રમાદ, આર્ત-રૌદ્રધ્યાન વગેરે હેતુઓથી નિરંતર કર્મબંધ કરે છે, ઇત્યાદિ ચિંતન આશ્રવભાવના છે. (૮) કર્મબંધના હેતુભૂત એવા મિથ્યાત્વ વગેરેના સંવરણના ઉપાયો સમ્યક્ત વગેરે છે. તેમનું ચિંતન કરવું એ સંવરભાવના છે. (૯) નિર્જરા બે પ્રકારની છે - સકામ અને અકામ. તેમાં સકામ નિર્જરા સાધુની છે. અકામ નિર્જરા અજ્ઞાની જીવોની છે. તેમાં સકામ નિર્જરા = બાર પ્રકારના તપથી થતો કર્મક્ષય, અકામનિર્જરા = તિર્યંચ વગેરે જીવોને તરસ, ભૂખ, છેદન,