________________
સખ્તો સપ્તતિઃ ગાથા-૧૭ - સસામાયિકની સમતા ???
'. अथैतत् सामायिककर्तुः फलं कुतः ? इत्यत आह, यद्वा सामायिककर्तुविशेषणद्वारेण करणीयस्वरूपमेवाहनिंदपसंसासु समो, समो य माणावमाणकारीसु । समसयणपरियणमणो,सोमाइयसंगओजीवो॥१७॥
व्याख्या - एवंविधः 'सामायिकसङ्गतः' सामायिकव्रतान्वितो 'जीवः' प्राणी भवति । किम्भूतः ? निन्दा परकृतस्वदोषोद्घट्टनम्, प्रशंसा च स्वगुणोत्कीर्तनम्, तयोः 'समः' समानः, निन्दया न रुष्यति प्रशंसया च न तुष्यतीति भावः ।
– સંબોધોપનિષદ્ - હવે સામાયિક કરનારને આટલું બધું ફળ કેમ ? તે કહે છે - અથવા તો જે સામાયિક કરે છે, તેના વિશેષણો દ્વારા સામાયિકમાં જે કરવાનું છે, તેનું સ્વરૂપ કહે છે –
સામાયિકસંગત જીવ નિંદા અને પ્રશંસામાં સમ હોય છે, માન અને અપમાન કરનારાઓમાં સમ હોય છે, સ્વજન અને પરિજનમાં સમમનસ્ક હોય છે. I૧૭
સામાયિક વ્રતથી સહિત એવો જીવ આવા પ્રકારનો હોય છે. કેવો ? તે કહે છે – નિંદા = બીજા વડે કરાતું પોતાના દોષોનું પ્રાગટ્ય. પ્રશંસા = પોતાના ગુણોનું યશોગાન. તે બંનેમાં સમભાવવાળો. એટલે કે નિંદાથી ગુસ્સે ન થાય અને પ્રશંસાથી ખુશ ન થાય. ૧. * - નં૬૦ | ૨. . - સાવ |