________________
૨૨૨ ગાથા-૧૮ - ..તો સામાયિક નિષ્ફળ બ્લોથલપ્તતિઃ
द्वितीये तु चर्चेव त्यज्यतां सामायिकविधेरेवात्राप्रति-. पादनात्, ईर्यापथिकीप्रतिक्रमणस्यापि प्रागेवानुष्ठेयत्वेन स्वीकर्तुમુવતવાત્ ]
– સંબોધોપનિષદ્ હવે જો બીજો વિકલ્પ લો કે એમાં બતાવેલો સામાયિક વિધિ અપૂર્ણ છે, તો તો ચર્ચા જ છોડી દો. કારણ કે સામાયિક વિધિનું અહીં પ્રતિપાદન જ નથી કર્યું. આનુષંગિક સામાયિકની થોડી (અપૂર્ણ) વાત જ કરી છે. બાકી જો આ શાસ્ત્રપાઠો સામાયિકની વિધિ જ બતાવતા હોય તો પૂર્ણ પ્રતિપાદન-જ યોગ્ય હતું. અને તેમાં પૂર્વોક્ત ન્યાયથી ઇરિયાવહી પડિકમવાની વિધિ પણ પહેલા કરવી જોઇએ, એવું સ્વીકારવું ઉચિત હતું.
વળી દશવૈકાલિકવૃત્તિમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે કે – ઈરિયાવહી પડિકમ્યા વિના કોઈ ક્રિયા ન કરવી. કારણ કે તેનાથી તે ક્રિયા અશુદ્ધ બની જાય છે. ઠાણાંગવૃત્તિમાં પણ આ અર્થનું પ્રતિપાદન છે. આ રીતે અનેક શાસ્ત્રોના સંદભોનો અને તેના તાત્પયોનો વિચાર કરીને શુદ્ધ સામાયિક વિધિનો મધ્યસ્થતાપૂર્વક વિચાર કરવો જોઇએ.]