________________
૨૨૦ ગાથા-૧૮ - તો સામાયિક નિષ્ફળ લખ્યોતિઃ 'करेमि भंते' इत्यादिपाठः किमिति सूरिभिरभाणीति वाच्यम्, सर्वसामायिकभेदोपदर्शन-तात्पर्यकत्वात्तत्पाठस्य, अन्यथा तावन्मात्रसामायिकसूत्रपाठापत्तेः, अत एव च नात्र 'जाव' इत्यादिनाऽतिदेशः । श्रीमदभयदेव-सूरिशिष्याः श्रीमन्तः परमानन्दसूरयोऽपि स्वकृतसामाचार्यामीर्यापथिकीप्रतिक्रमणस्य सामायिकोच्चारणप्राग्भावित्वं प्रतिपादित-वन्तः । किञ्चोभयप्रतिपन्नः श्रीमद्भिर्वादिवेतालशान्तिसूरिभिरपि श्रीउत्तराध्ययनबृहद्वृत्तौ तथैव प्रतिपादितम् । तथा च तत्पाठौ
– સંબોધોપનિષદ્ - ઉત્તર - એ પાઠનું તાત્પર્ય સામાયિકના સર્વ પ્રકારો બતાવવાનું છે.
જો એવો આશય ન હોય તો તે તે શાસ્ત્ર પાઠોમાં કહેલો છે તેટલો જ સામાયિક સૂત્રનો પાઠ છે, એવું માનવાની આપત્તિ આવે. એટલે કે જો ઇર્યાવણી પહેલા કરેમિ ભંતે બોલવું આવું જ કહેવાનો આશય હોત, તો તે સ્થાને આખું કરેમિ ભંતે૦ સૂત્ર જ મુક્ત, પણ તેવો આશય ન હોવાથી જ અહી જાવ, વગેરેથી અતિદેશ કર્યો નથી.
(૧) શ્રી અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનંદ સૂરિજીએ પણ સ્વકૃત સામાચારીમાં કહ્યું છે કે સામાયિક ઉચ્ચરવાની પૂર્વે ઇરિયાવહી પડિકમવી જોઈએ. (૨) વળી વાદી-પ્રતિવાદી બંને પક્ષને સંમત એવા શ્રી વાદિવેતાલ શાંતિસૂરિજીએ પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની બૃહદ્ધત્તિમાં તે