________________
સપ્તતિઃ ગાથા-૧૮ - . તો સામાયિક નિષ્ફળ ૨૨૧ साधकम्, एकविधान-समाप्त्यनन्तरं हि विधानान्तरप्रदर्शनावसरे पश्चात्पदप्रयोगस्य ग्रन्थकारलेखनशैलीसम्मतत्वात् । न च तृतीयोऽपि पक्षः क्षेमङ्करः, यतोऽत्र सामायिकविधिः पूर्ण आहोस्विदपूर्ण इति, प्रथमे मुखवस्त्रिकाप्रतिलेखनसन्देशस्थापनस्वाध्यायादेश-देशानामप्रतिपादनेन कल्पितत्वं स्पष्टमापतेत्, अन्यथा विधावेव कोऽभिनिवेशः ? न च तर्हि
– સંબોધોપનિષદ્ અહીં પશ્ચાત્ = પછી એવું પદ કહ્યું છે, એનાથી તમારા પક્ષની સિદ્ધિ નથી થતી, કારણ કે એક વિધાન સમાપ્ત થયા પછી બીજા વિધાનના પ્રદર્શનના અવસરે “પશ્ચાત્' એવા પદનો પ્રયોગ કરવો, એ ગ્રંથકારની લેખન શૈલીને સંમત છે. વળી ત્રીજો વિકલ્પ પણ તમારા પક્ષનું રક્ષણ નથી કરતો, કારણ કે તેમાં પણ સામાયિક વિધિ (૧) પૂર્ણ છે? કે (૨) અપૂર્ણ છે? (૧) જો પૂર્ણ છે, તો - મુહપત્તિનું પડિલેહણ, સામાયિક સંદિસાહુ - સામાયિક ઠાઉં, સઝાયના આદેશો - આ બધું તેમાં ન કહ્યું હોવાથી, આ બધું કલ્પિત છે એવું માનવાની આપત્તિ સ્પષ્ટ જ છે. જો આ બધી ક્રિયાને કલ્પિત ન માનો, તો પછી તમારા વડે બતાવેલા શાસ્ત્રપાઠોનો તમે આગ્રહ ન રાખી શકો.
પ્રશ્ન - તો પછી પૂર્વાચાર્યોએ તે સ્થાને કરેમિ ભંતે ઇત્યાદિ પાઠ કેમ કહ્યો ?