________________
ગાથા-૧૭ સસામાયિકની સમતા
सम्बोधसप्ततिः
'निंदपसंसासु' इति - "बहुवयणे दुव्वयणं, छट्ठविभत्तीइ भण्णइ નથી ! નહ હત્યા તહ પાયા, નમામિ વૈવાહિયેવાળ શા' इतिवचनात् द्विवचने बहुवचनम् । तथा 'च' पुनः मान: सत्कारः, अपमानोऽवगणनम्, तौ कुर्वन्तीत्येवंशीलः मानापमानकारिणस्तेषु समस्तुल्यः । केचित् सत्कुर्वन्ति केचिन्यत्कुर्वन्ति च, परं तेषु रागद्वेषाकरणात्समचेतोवृत्तिर्भवति । तथा समं स्वजनपरजनयोर्मनश्चेतो यस्य स समस्वजनपरजनमनाः, सामायिकोपगतः स्वजनं परजनं चैकया दृशा पश्यतीत्यर्थः ॥१७॥ સંબોધોપનિષદ્
પ્રશ્ન - નિંદા-પ્રશંસા આ બે માટે બહુવચન કેમ લગાડ્યું? ઉત્તર - એવું અનુશાસન છે કે પ્રાકૃતમાં (૧) બહુવચનથી દ્વિવચન કહેવાય છે (૨) છઠ્ઠી વિભક્તિથી ચોથી વિભક્તિ કહેવાય છે. દાખલા તરીકે (૧) જેવા હાથો (બે હાથ) તેવા પગો (બે પગ) (૨) દેવાધિદેવોને (રેવાધિદેવેભ્યઃ) નમસ્કાર થાઓ. (ચૈત્યવંદન માહભાષ્ય ૨૯૮) આ વચનથી પ્રસ્તુતમાં દ્વિવચનના અર્થમાં બહુવચન થયું છે. વળી માન = સત્કાર, અપમાન–અવગણના, તે કરવાના સ્વભાવવાળા=માનાપમાન કરનારાઓ. તેઓમાં સમ = તુલ્ય ભાવવાળો. કેટલાક લોકો સત્કાર કરે છે અને કેટલાક લોકો તિરસ્કાર કરે છે. પણ તે તેઓ પ્રત્યે રાગદ્વેષ ન કરવાથી સમચિત્ત થાય છે. તથા જેને સ્વજન અને પરજન બંને પર સમ ચિત્ત છે તેવો = સમસ્વજનપરજનમનસ્ક. અર્થાત્ સામાયિકમાં રહેલો જીવ સ્વજન અને પરજનને એક દૃષ્ટિથી જુએ છે. ।।૧૭।
११२
-