________________
૨૦૪ ગાથા-૧૫ - સમ્યકત્વથી વૈમાનિક દેવલોક એમ્બ્રોઇતિઃ अतिप्रसङ्गनिरोधमाह-यदि चाऽन्त्यसमये 'न सम्मत्तजडो' त्यक्तदर्शनो न भवति-मिथ्यात्वं न याति, उपलक्षणत्वाद्यदि वैरादिभिः कलुषितसम्यक्त्वोऽपि न स्यात् । 'अथवा' श्रेणिकादिवन्निश्चलसम्यक्त्वोऽपि यदि पूर्वं बद्धायुर्न स्यात् । एते ह्यनियमेन चतसृष्वपि गतिषूत्पद्यन्ते । सुरनारकाश्च
– સંબોધોપનિષદ્ - બંધ થઈ ગઈ હોય તો શ્રેણિક રાજા, કૃષ્ણ વાસુદેવ, સત્યની વગેરે નરકમાં કેમ ગયા? શાસ્ત્રોમાં શ્રાવક અને સાધુઓની પણ તિર્યંચગતિ-નરકગતિ થઈ હોય, એવા દૃષ્ટાંતો આવે છે, તે શી રીતે ઘટે ?
ઉત્તર - તમે કહેલા આ સમ્યક્વીની દુર્ગતિરૂપ અતિપ્રસંગના વિષયમાં નિરોધ કરવા માટે = ઉક્ત આપત્તિનું નિરાકરણ કરવા માટે જ ગ્રંથકારે આગળ કહ્યું છે કે જો અન્ય સમયે તે જીવે સમ્યક્તનો ત્યાગ ન કર્યો હોય = તે જીવ મિથ્યાત્વ ન પામ્યો હોય. આના ઉપલક્ષણથી એ પણ સમજવાનું છે, કે તે જીવ વેર વગેરેને કારણે કલુષિત થયેલા સમ્યક્તવાળો પણ ન હોય. અથવા તો નિશ્ચલ સમ્યત્વવાળો હોવા છતાં પણ શ્રેણિક રાજાની જેમ પૂર્વે તેણે આયુષ્ય બાંધ્યું ન હોય. કારણ કે ત્યક્ત સમ્યક્ત, કલુષિત સમ્યક્ત અને પૂર્વબદ્ધાયુષ્ક સમકિતી, આ ત્રણ પ્રકારના જીવો કોઈ નિયમ વિના ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. દેવો અને નારકો