________________
सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ
चेष्टाविशेषेण हि. निजप्रयोजनानि सूचयतो मौनकरणाभिग्रहो निष्फल एवेति । तथा वाचनप्रच्छनपरपृष्टार्थव्याकरणादिषु लोकागमाविरोधेन मुखपोत्तिकाच्छादितमुखकमलस्य भाषमाण
- સંબોધોપનિષદ્ – પ્રયોજનોની સૂચના કરે છે, તેનો મૌન કરવાનો અભિગ્રહ નિષ્ફળ જ છે. બીજી રીતે જોઈએ તો બોલવાનું અને ઇશારાનું ફળ તુલ્ય હોવાથી = બંને દ્વારા સમાન કાર્ય થવાથી, ઇશારો અને વચન બંને સમાનરૂપ જ બને છે. માટે મૌનમાં ઇશારા આદિનો પણ ત્યાગ કરવો જોઇએ.
પ્રશ્ન - આ તો તમે યુક્તિથી તમારી વાત સિદ્ધ કરી. પણ દુનિયામાં તો એવું જ મનાય છે કે બોલવું નહીં એનું નામ મૌન. તમે કહેલી વાત શાસ્ત્રમાં આવે છે ખરી ? ઉત્તર - હા, યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞએ કહ્યું છે - सञ्जादिपरिहारेण यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥
(યો.શા.૧-૪૨) આ રીતે ઇશારા આદિના ત્યાગપૂર્વકનું મૌન વચનગુપ્તિ કહેવાય, એવું શાસ્ત્રવિહિત પણ છે.
(૨) વાચના, પૃચ્છના, બીજાએ પૂછેલી વસ્તુનો જવાબ આપવો વગેરે ક્રિયામાં મુહપત્તિથી મુખકમળને ઢાંકીને બોલે, તેનું પણ વચનવૃત્તિનું જે નિયંત્રણ તે દ્વિતીય પ્રકારની