________________
૮૪ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે સત્ત્વોથતિ स्वपरब्रोडने समर्था, तत्स्वभावत्वात्, यदुक्तम्-"ये मज्जन्ति निमज्जयन्ति च परास्ते प्रस्तरा दुस्तरे, वा वीर ! तरन्ति वानरभटान्, सन्तारयन्तेऽपि च । नैते ग्रावगुणा न वारिधिगुणा नो वानराणां गुणाः, श्रीमद्दाशरथेः प्रतापमहिमा, सोऽयं समुज्जृम्भते ॥१॥" किं पुनर्लोहशिला, अस्यास्ततोऽपि गुरुतरत्वात् । ‘एवं' अमुना प्रकारेण 'सारम्भः' पृथिव्याधुपमर्दकरः, चशब्दाद् ब्रह्मचर्यपरिभ्रष्टो गुरुः ‘परं' वन्दितारं आत्मानमपि 'ब्रोडयति' संसारसागरान्तर्निमज्जयति, यदुक्तं
- સંબોધોપનિષદ્ હોવાથી, પોતાને અને બીજાને ડુબાડવા સમર્થ છે, કારણ કે તેવો તેનો સ્વભાવ છે. જેમ કે કહ્યું છે- હે વીર ! જેઓ પોતે ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે, તેવા પથ્થરો દુસ્તર દરિયામાં પોતે તરે છે, અને વાનરોને પણ તારે છે. તેમાં પથ્થરના ગુણો નથી, દરિયાના ગુણો નથી અને વાનરોના પણ ગુણો નથી. આ તો શ્રીરામના પ્રતાપનો મહિમા પ્રગટ થાય છે. તો પછી લોખંડની શિલાની તો શું વાત કરવી, કારણ કે એ તો પાષાણમય શિલા કરતા પણ વધુ વજનદાર હોય છે.
આ રીતે સારંભ = પૃથ્વીકાયાદિ જીવોને ઉપમદ કરનાર, “ચ”શબ્દથી બ્રહ્મચર્યથી પરિભ્રષ્ટ એવા ગુરુ, પોતાને વંદન કરનારા જીવને તથા પોતાને પણ સંસાર સાગરમાં ડુબાડે છે.