________________
४८
ગાથા-૭-૮ સુસાધુશરણ
सम्बोधसप्ततिः
T
तत्र पात्रं पतद्ग्रहः । पात्रबन्धो येन पात्रं धार्यते वस्त्रखण्डेन चतुरस्रेण । पात्रस्थापनं कम्बलमयं यत्र पात्रकाणि स्थाप्यन्ते । पात्रकेसरिका पात्रप्रत्युपेक्षणिका या चिलिमिलिकेति प्रसिद्धा । पटलानि यानि भिक्षां भ्रमद्भिः पात्रोपरि दीयन्ते । रजस्त्राणानि पात्रवेष्टनकानि, प्राकृतत्वात्सूत्र एकवचननिर्देशः । गोच्छकः कम्बलखण्डमयो यः पात्रकोपरि दीयते । अयं सप्तविधः पात्रनिर्योगः पात्र परिकर इत्यर्थः । तथा त्रय एव प्रच्छादका: प्रावरणरूपाः कल्पा इत्यर्थः द्वौ सूत्रमयावेक ऊर्णामयः, સંબોધોપનિષદ્
=
પ્રમાણથી પ્રતિપાદન કરાય છે. તેમાં પાત્ર = ભાજન, પાત્રબંધ = જેનાથી પાત્રને ધારણ કરાય તે ચોરસ કપડાનો ટુકડો ઝોળી, પાત્રસ્થાપન = કામળીના ટુકડાથી બનેલ પાત્રાસન, જેના ઉપર પાત્રા રાખવામાં આવે છે. પાત્રકેરિકા = પાત્રાનું પડિલેહણ કરવાનું સાધન, જે ચિલિમિલિકા (પૂંજણી) તરીકે પ્રસિદ્ધ છે. પલ્લા = જે ગોચરી જતી વખતે પાત્રા ઉપર રખાય છે. રજસ્ત્રાણો = જેમાં પાત્રાઓને વીંટવામાં આવે તેવા કપડાના ટુકડાઓ. પ્રાકૃત હોવાથી સૂત્રમાં એક વચનથી નિર્દેશ કર્યો છે. ગુચ્છો = જે કામળીના ટુકડારૂપ હોય, જેને પાત્રાની ઉપર રાખવામાં આવે. આ સાત પ્રકારનો પાત્રનિયોગ પાત્રાનો પરિવાર છે.
=
–
=
તથા ત્રણ જ પ્રચ્છાદક = પ્રાવરણ = કપડા હોય છે. તેમાં બે કપડાં સૂતરના અને એક ઊનનો કપડો (કામળી)