________________
२८ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ सम्बोधसप्ततिः मैथनविरतिवाचकस्तथौघतः संयमवाचकश्च तदस्यास्तीति ब्रह्मचारी ब्रह्मचर्यपालकः । सर्वेष्वपि धर्मेषु दुरनुष्ठेयो ब्रह्मव्रतसमानः कोऽपि धर्मो नास्ति, यत उक्तम्-"जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थितो अब्बंभं, વંભાવિ ન રોય, મન્નુ શા” તથા–“છકુકમસમા, तवमाणावि हु अईवउग्गतवं । अक्खलियसीलधवला, जयंमि विरला महामुणिणो ॥१॥ जं लोएवि सुणिज्जइ, नियतवमाहप्परंजियजयावि । दीवायणविसामित्तपमुहरिसिणोवि पब्भट्ठा
- સંબોધોપનિષદ્ – ગુણ છે તે બ્રહ્મચારી = બ્રહ્મચર્યનો પાલક. સર્વ ધર્મોમાં બ્રહ્મચર્ય જેવો દુષ્કર ધર્મ બીજો કોઈ નથી. કારણ કે ઉપદેશમાલામાં કહ્યું છે કે જો કોઈ સ્થાની હોય, જો મૌની હોય, જો માથે મુંડન કરાવનાર હોય, જો વલ્કલના વસ્ત્રો પહેરનાર હોય કે પછી તપસ્વી હોય. પણ જો તે અબ્રહ્મની અભિલાષા કરતો હોય તો તેવો બ્રહ્મા પણ મને રુચતો નથી. (ઉ.મા.૬૩, સંબોધપ્રકરણ ૫૭૮, શીલોપદેશમાલા ૯૭) //લો તથા જેઓ છટ્ટ, અટ્ટમ, દસમ વગેરે અત્યંત ઉગ્ર તપ તપતા હોય, તેઓ હજી કદાચ સુલભ છે. પણ જેઓ અસ્મલિત શીલથી ઉજ્જવળ છે, તેવા મહામુનિઓ જગતમાં વિરલા છે. (શીલોપદેશમાલા ૭) //લા કારણ કે લોકમાં પણ સંભળાય છે કે જેમણે પોતાના તપના માહાભ્યથી જગતને રંજિત કર્યું હતું, તેવા દ્વીપાયન, વિશ્વામિત્ર વગેરે ઋષિઓ પણ અબ્રહ્મની અભિલાષાથી ભ્રષ્ટ થયા છે. (શીલોપદેશમાલા ૮) /રા