________________
૨૬ ગાથા-૨ - સમભાવથી મુક્તિ નો સપ્તતિ: सर्वत्रात्मनस्तुल्यरूपेण वर्तनमित्यर्थः । तथा ज्ञानादित्रयमेकत्र सम्यगिति गम्यते । तथाहि-ज्ञानदर्शनचारित्रयोजनं सम्यगेव મોક્ષપ્રસાધત્વાદ્વિતિ ભાવના, ‘તચ' તિ, સામાદ્રિ સર્વીષ્યતે, 'आत्मनि प्रोतनं' आत्मनि प्रवेशनं इकमुच्यते । इत्यत एवाह"भावसामादि" भावसामादावेतान्युदाहरणानीति गाथार्थः। सामायिकशब्दयोजना त्वेवं द्रष्टव्या-इहात्मन्येव साम्न इकं नैरुक्तनिपातनात्, 'यल्लक्षणेनानुपपन्नं तत्सर्वं निपातनात्सिद्धम्'
– સંબોધોપનિષદ્ – તથા રાગદ્વેષમાધ્યચ્ય = રાગ કે દ્વેષ ન કરવા દ્વારા તે બંનેની મધ્યમાં–રહેવું એ સમ છે. સર્વત્ર પોતાની તુલ્યરૂપે રહેવું = જેવું વર્તન પોતાની સાથે કરે છે, એવું જ વર્તન બીજા સાથે કરવું એવો એનો અર્થ છે.
તથા એકત્ર જ્ઞાનાદિત્રય = જ્ઞાનદર્શનચારિત્ર હોય, તે ભાવસમ્યક્ છે. તે આ મુજબ – જ્ઞાન-દર્શન-ચારિત્રનું યોજન સમ્યક્ જ છે કારણ કે એ મોક્ષપ્રસાધક છે – એવી અહીં સમજૂતી છે. તેનું = જ્ઞાનાદિત્રિકનું આત્મામાં પ્રોતન = પરોવવું = પ્રવેશ એ ભાવ ઇક છે. માટે જ કહે છે કે ભાવસામાદિના આ ઉદાહરણો છે.
સામાયિકશબ્દની યોજના આ રીતે સમજવી. અહીં “સામ” શબ્દને સ્વાર્થમાં જ એક પ્રત્યય લાગ્યો છે. કારણ કે આ રીતે નિરુક્તિજનિત નિપાત કર્યો છે, કારણ કે એવો ન્યાય છે કે