________________
નમસ્કાર
પર્યય—એકસરખા અર્થવાળા શબ્દને પર્યાય કહેવામાં આવે છે. આ સમાનાર્થ શબ્દ એટલા બધા છે કે સામાન્ય બુદ્ધિવાળ ગૂંચવણમાં લેપાઈ જાય છે. આ આગમ તે મોટો દરિયે છે. તેમાં બુદ્ધિ અને “મતિ” જેવા એટલા બધા પર્યાયે આવે છે કે, માણસની સામાન્ય બુદ્ધિ આ શાસનપુરમાં પ્રવેશ જ કરી શકે નહિ, અથવા તેની ગૂંચવણ વધી જાય. અથવા એક શબ્દને બીજું નામ આપવું, તે તેને પર્યાયવાચી શબ્દ કહેવાય છે. ઘણું સામાન્ય બુદ્ધિવાળા આ પર્યાયની ગૂંચવણમાં પડી જાય છે. આપણું ગ્રંથકર્તા જરા પણ ગૂંચવણમાં પડ્યા નથી, તેથી આ તેઓની નમ્રતા બતાવનાર વચન છે, એમ ગ્રંથને ઊંડે અભ્યાસ કરવાથી લાગશે. ' અર્થ–ભાવ અથવા રહસ્ય. જે વાત શાસ્ત્રમાં કરેલ હોય તેનું રહસ્ય જાણવું વધારે મુશ્કેલ છે. સાધારણ બુદ્ધિવાળા આ રહસ્યને જાણી શકતા નથી. આપણુ ગ્રંથર્તા (ઉમાસ્વાતિ) તે આ સામાન્ય કેટિના લેખક નથી. તે ગ્રંથ વાંચવાથી જણાશે. ( હેતુ–જે-તેનું કારણ સમજાય, ત્યારે જ મૂળ વસ્તુ સમજાય છે. અન્યથા અનુપપત્તિ લક્ષણ. દાખલા તરીકે મધ્યમપદલોપી સમાસમાં વચ્ચેના પદમાં શું અધ્યાહાર છે, તે શોધવું. અથવા હેતુ નામની વ્યાપ્તિ ન બેસે તે બધી મહેનત નકામી થાય છે. આ હેતુ સમજ કે સમજાવે તે જરા મુશ્કેલ બાબત છે. જે વ્યાપ્તિ બરાબર ન હેય, તે પરિણામ (Conclusion) બેટું આવે છે દા. ત.
All poets are extraordinary men.. Hepolion was an extraordinary man.' Therefore Hepolion was a poet.
આ વ્યાપ્તિ તદ્દન બેટી છે, તે શોધવા માટે બુદ્ધિને વિકાસ જોઈએ. એવા અનેક હેતુઓ જૈન આગમગ્રંથમાં વિદ્યમાન છે, તે ન સમજાય તેવી સામાન્ય બુદ્ધિ જેને હોય તે સર્વજ્ઞપુરમાં પ્રવેશ કરવાને માટે નાલાયક છે.
નય–દષ્ટિબિંદુ. નૈગમ વગેરે સાત નય છે. એક નયને આધાર લઈ અમુક દષ્ટિબિંદુને વળગી રહી બેલવું કે વિચાર કરે છે. જેમ અંધ પુરુષે હાથીને દેરડા જે. કે સૂપડા જેવો કહે, પણ સર્વ દેખતા તે દષ્ટિબિંદુને સ્વીકારે નહિ, તેમ અમુક દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખે, પણ બીજી આંખ કે બીજા દષ્ટિબિંદુ જુએ નહીં, તે નય. નય જુઠા નથી, પણ એકદેશીય છે. આ નયજ્ઞાનથી જૈન અણુવ ભરેલે છે. | શબ્દ–અમુક વસ્તુને ઓળખાવનાર “ઘટ’ શબ્દ છે. અમુકને ઓળખાવનાર “પટ” શબ્દ છે. આવા અનેક શબ્દ જૈન આગમસમુદ્રમાં ભરેલા છે. એમાં ગ્રંથર્તા નમ્રતા બતાવતાં કહે છે કે, મારા જેવાને ગજ ક્યાં વાગે? હું બધા શબ્દોને કેમ જાણું? આથી એ પુરમાં પ્રવેશ કરવાની મારી થતા નથી. આ વધારે નમ્રતા બતાવવાનું કર્તાનું વચન છે.
પ્ર. ૨
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org