________________
નમસ્કાર છત્રીશ ગુણનું વિવેચન વિસ્તારથી મેં નમસ્કાર મહામંત્રના લેખમાં કર્યું છે, તે છપાવાને ઘણે સંભવ છે. ન ઉપાધ્યાય–ગચ્છના નવદીક્ષિતેને અર્થ ભણાવનાર, અઠ્ઠાવીશ ગુણના ધારણ કરનાર આ ઉપાધ્યાયે ગચ્છના બહુ ઉપયોગી અંગ છે. એના ગુણના વિસ્તાર માટે જુઓ મારે લખેલ સદર નમસ્કાર મહામંત્રને લેખ. આચાર્ય મૂળ સૂત્રપાઠ આપે છે અને ઉપાધ્યાય તેને અર્થ કરે છે, વિસ્તાર અને રહસ્ય શિષ્યને પૂરાં પાડે છે, અને કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વિના શિષ્યને ધર્મમાં સ્થિર કરે છે.
સર્વસાધુ–ભરત વગેરે પંદર ક્ષેત્રોમાં વર્તતા સર્વ સાધુઓ. આ “સર્વ” શબ્દ ઈરાદાપૂર્વક સમજીને મૂક્યો છે. એનું રહસ્ય મેં મારા લખેલા મહામંત્ર નમસ્કારના લેખમાં સ્પષ્ટ કર્યું છે, તે વાંચ. સત્તાવીશ ગુણ ધારણ કરનાર સાધુઓ જે કોઈ પણ ક્ષેત્રમાં હોય તેને નમીને ગ્રંથí શરૂ કરે છે. આ
પ્રશમરતિ–ઉપશમપ્રીતિ, નિશ્ચલતા. આવા મહાન પુરૂષ, જેઓ પિતે ઉપશમભાવને પામ્યા છે, તેને યાદ કરવાથી આપણામાં પણ ઉપશમભાવ પાકે થઈ જાય. જે પિતે પ્રાપ્ત કરી ચૂક્યા હોય તે બીજામાં એ ગુણને ઝળકાવે, ટકાવે, સ્થિર કરે.
જિનશાસન–સર્વજ્ઞદર્શિત આગમે. એટલે આ ગ્રંથ હું મારી મતિ અનુસાર નથી લખત, પણ સર્વજ્ઞ આગમમાં જે લખેલ છે, જે વાત ભગવંતે અપૂર્વ જ્ઞાનથી, કહી છે, તે અનુસાર તેની તારવણી કરી હું લખું છું. મારે આમાં સ્વતંત્ર લેખ લખવાને દાવો નથી. આ ગ્રંથકર્તાની અત્યંત મેટી નમ્રતા બતાવે છે. તેઓ જે કાંઈ કહેશે તે ગુરુપરંપરાથી ચાલી આવતી સર્વજ્ઞ આગમમાં કહેલી વાત છે. ઘણું ગ્રંથકર્તા સ્વતંત્ર ગ્રંથને લખવાને દેવે કરે, ત્યારે ઉમાસ્વાતિએ ખુલ્લું જણાવ્યું છે કે, તેઓને દાવો સ્વતંત્રતાને નથી, તેમણે જે લખ્યું છે, તે ગુરુપરંપરાથી સર્વજ્ઞકથિત વાત છે, તેમાંની અગત્યની વાત છે. " * અને, ગ્રંથ લખવાને હેતુ કાંઈ ધન કે આબરૂ પ્રાપ્ત કરવાનું નથી, પણ ઉપશમ ગુણની પ્રાપ્તિ ને સ્થિરતા પ્રાપ્ત કરવાને મહાન હેતુ છે. આ ઉપશમમાં પ્રીતિ કરવી, જમાવવી, સ્થાયી કરવી એ ઘણું અગત્યની વાત છે અને તે માટે તેઓ આ ગ્રંથ લખે છે. પિતાનું વાચન બતાવવા નહિ, પણ આવા વિશિષ્ટ હેતુથી ગ્રંથ લખવાની શરૂઆત કરે છે અને લેખકશ્રીની સરળતા એટલી બધી છે કે, તેઓ આ ગ્રંથને સ્વતંત્ર કહી શક્ત, છતાં ગુરુપરંપરાને ક્રમ જાળવવાના ઈરાદાથી સર્વજ્ઞશાસનને ઉલેખ સહેતુક કરે છે. નમસ્કાર અને વસ્તુનિદેશ એ બને જુદા આ લેકમાં થર્તાએ સાધ્યા છે. હજુ નમસકારને હેતુ તે ચાલુ છે, આગળના હવે પછીના લેકમાં પણ જોવાશે. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org