________________
ગ્રંથકર્તાની નમ્રતા—
પ્રશમતિ વિવેચન સહિત
यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाढ्यम् । सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥३॥
અથ—જોકે અનંત સમાન અવાળા શબ્દો, તેના અથ, તેના હેતુ, તેનાં દૃષ્ટિબિન્દુ અને શબ્દોથી શાસનશહેર ભરપૂર છે અને મારા જેવા સાધારણ ભણેલાથી તેમાં દાખલ થવું મુશ્કેલ છે. (૩)
વિવેચન~~આ Àાકમાં ગ્રંથકર્તા પેાતાની વધારે પડતી નમ્રતા બતાવે છે, તે આપણે વાંચીએ.
અત્ર ખતાવેલા વિચાર ચોથા લેાકના પૂરક હાઈ આ અધૂરો વિચાર પ્રથમ સમજવા યત્ન કરીએ. ગ્રંથકર્તાએ પોતાની જાતને બહુ નહિ ભણેલા સાથે સરખાવવાની વાત કરી છે, તે તેમની નમ્રતા બતાવે છે. તે કેવા અપૂર્વ વિદ્વાન છે, તે આ ગ્રંથ જોવાથી અને તેને અંગે અત્ર રજૂ કરેલ ચરિત્ર વાંચવાથી જણાશે.
પ્રથમ જે દૃષ્ટિબિંદુથી ગ્રંથકર્તા પેાતાની જાતને અભણ અથવા અમહુશ્રુત' કહે છે, તે જોઈએ. આપણી નજરે તે તે વિદ્વાન ગણાય, તે તેનું ચિત્ર જોવાથી માલૂમ પડશે. ગ્રંથકર્તા કહે છે કે અનેક રત્નાથી ભરપૂર સનશાસન નામના શહેરમાં પેસવાને પાતાની યાગ્યતા નથી; ઇચ્છા છે પણ લાયકાત નથી. આ સનશાસન પુર કેવું છે, તે ગ્રંથકર્તાની નજરે પ્રથમ જોઇએ. ખીજાના ગામમાં પેસીને કમો કરીને ઉમાસ્વાતિ મહારાજ તા ત્યાં ઘર બાંધવા ઇચ્છે છે. અને છતાં કહે છે કે, તેમ કરવાની—તેમાં પ્રવેશ કરવાનીપણ પાતાની ચાગ્યતા નથી. આ અતિ નમ્રતાનું વચન છે. કર્તાના એવા મત સાથે આપણે મળતા થતા નથી, તે ગ્રંથ અને તેમાં બતાવેલા ગભીર વિચારો અને વિચારે અતાવવાની પદ્ધતિ પર આધાર રાખે છે, અને તેમાં જણાય છે કે, જે સરળ રીતે ગભીર વિચારને પ્રવાહ લેખકશ્રીએ બતાવ્યો છે, તે તેમના આ વચનને નમ્રતાનું વચન જ કહેશે. તેએ સ ંવેગર ગથી રંગાયલા છે, છતાં સરની અપેક્ષાએ તેએ સનશાસનપુરમાં પ્રવેશ કરવાને પણ લાયક નથી, એવી વાત તેમણે કરી હેય તેમ લાગે છે.
Jain Education International
ગમ—એકસરખા પાઠ. મૂળ સૂત્ર વાંચનાર જાણે છે કે, એકસરખા અનેક પાઠ મૂળ આગમ અથવા સિદ્ધાંતમાં આવે છે. જે સામાન્ય બુદ્ધિના સાધુ હોય છે, તેનાથી આ અનેક સરખા પાઠમાં ગૂંચવણુ થઈ જાય છે. તેના ગમા યાદ રહેતા નથી અને અનેક ગમા હાવાથી તેએ આગમસમુદ્રમાં એ માટો દરિયા હેાવાથી, ખરાખર પ્રવેશ કરી શકતા નથી. કહેવાની વાત એ છે કે આગમસમુદ્રમાં પ્રવેશ કરવે કે તેના પાર પામવા એ મારા જેવા સાધારણ બુદ્ધિવાળા માટે અશકય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org