________________
પ્રશમરતિ વિવેચન સહિત તેમાં ફેરફાર કેમ કર્યો અને ૪, ૮, ૧૦ અને રને બદલે પાંચ, નવ અને દશ શબ્દ કેમ મૂક્યો તેને હેતુ મને સમજાતું નથી. આવી રીતે ભગવાનનું નામ લઈ ચાવશે તીર્થકરોને સંભારી આ ઉત્તમ ગ્રંથની શરૂઆત કરે છે અને નમસ્કારવિધિને ઉપચાર ગ્રંથકર્તા જાળવે છે.
- દશ પ્રકારના યતિધર્મનું વિવેચન કરી શકાય, પણ તે વિષયના સાતમા પ્રકરણ ઉપર, ગ્રંથગૌરવભયે મુલતવી રાખ્યું છે. પંચ, દશ, નવ” શબ્દના ઉપગને કોઈ ખુલાસે વાચકને જડે અને મળેલ હોય તે આ વિવેચકને લખી જણાવવા તી લે. મને તેને ચોવીશના સરવાળા ઉપરાંત કાંઈ ખુલાસો જડ્યો નથી. (૧) વધારે નમસ્કાર અને તેનું કારણ
जिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च ।
પ્રશમરતિધૈર્ચે વચ્ચે નિશાનનાર્ વિશ્ચિત્ રા અથ–તીર્થકર, સિદ્ધના સર્વ જી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને નમસ્કાર કરીને પ્રશમભાવની સ્થિરતા કરવાને માટે જૈન શાસનમાંથી કાંઈક કહીશ. (૨)
વિવેચન–આ ગ્રંથ કરવાનું કારણ ગ્રંથક્ત પોતે આ બીજી ગાથામાં જણાવે છે. નમસ્કાર કરવાથી કરેલી શરૂઆત અત્ર પણ ચાલુ છે. ' જે પ્રણિપત્ય—પ્રથમની આગલી ગાથામાં કરેલ નમસ્કાર કરવાનો ઉપચાર આ ગાથામાં પણ ચાલુ રાખે છે.
જિન–અષ્ટ મહાપ્રાતિહાર્ય, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજા તિશય અને અપાયાપગમાતિશય એ બાર ગુણે કરી બિરાજમાન તીર્થપતિ, એ જિનેશ્વરદેવ, તેમને નમસ્કાર કરીને ગ્રંથની શરૂઆત કરે છે. આ અરિહંત અને સામાન્ય કેવળીમાં ઘણે તફાવત છે. કેવળીને અદ્ધિ સામાન્ય પ્રકારની હોય. કેટલાક તે મૂંગા કેવળી થાય છે. ત્રાદ્ધિ ન જ હોય એમ નહિ પણ હોય કે ન પણ હોય. તીર્થકરને તે અષ્ટ મહાપ્રાતિહાર્ય, ચિત્રીશ અતિશય, સમવસરણની દ્ધિ જરૂર હોય છે. આ સંસારમાં જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થકર કહેવાય છે. - સિદ–અષ્ટકર્મથી મુક્ત થઈ ગયેલા સામાન્ય કેવળજ્ઞાની કે તીર્થકરે એ સર્વ સિદ્ધમાં સમાય છે. કર્મથી રહિત સર્વ સિદ્ધ. આ સિદ્ધમાં અંતિમ અવસ્થાને અંગે સર્વ અરિહંતે-તીર્થકરને પણ સમાવેશ થાય છે. સંસારમાં હેય ત્યાં સુધી તે જુદા છે. - આચાર્ય—પંચેન્દ્રિય સૂત્રમાં બતાવેલા છત્રીશ ગુણથી બિરાજમાન અને મૂળસૂત્ર ને પાઠ બતાવનાર, તે આચાર્ય–ગચ્છાધિપતિ. તે ગુણે આ પ્રમાણે છેઃ પાંચ ઇન્દ્રિયોને સંવર કરનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર; ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લેભથી મુક્ત; પાંચ મહાવ્રતના ધારણ કરનાર; પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ મળીને આઠ પ્રવચન માતાને પાળનાર. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org