________________
પ્રશમરતિ વિવેચન સહિત લખાયેલા ગુજરાતી નવલકથા કે વિજ્ઞાનના ગ્રંથમાં ત્રણમાંથી એક કે વધારે હોતું નથી, તેથી ન હોય તે વાંધો નથી, એટલી મતઉદારતા રાખવી એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. આ આપણા પ્રશમરતિ ગ્રંથના કર્તાએ આ પદ્ધતિ સવીકારી છે. તે આ પ્રકરણને અંતે જણાશે.
બાકી, શુભ આશિષથી ગ્રંથની શરૂઆત કરવી, તમારું સારું થાઓ એમ વાંચનાર માટે ઈચ્છવું અને સારા દેવ વાંચનારનું સારું કરે એવી ઈચ્છા પ્રદર્શિત કરવી, એ લખનાર અને વાંચનાર બન્નેને માટે સારું છે. લેખકની શુભ ઈચ્છા અને તેનું અભિવક્તવ્ય બધી રીતે સુંદર છે, પણ તે પ્રાસંગિક અને પ્રસ્તુત હોય તે સારું લાગે; નકામે ઉચ્ચાર કરવો નહિ, તે વાત સ્વીકારવા જેવી છે, અને તેથી પ્રસ્તુત હોય તેવે વખતે અથવા તેવા ઘાટના માણસોને સારી ઈચ્છાઓ બતાવી આશીર્વાદ આપવા તે પ્રાસંગિક હોય તે તેમાં કાંઈ વાંધે લેવા જેવું નથી. - અને, ત્રીજી વાત વસ્તુનિદેશની છે, એટલે આ ગ્રંથમાં કયા પ્રકારની વસ્તુ અવશે તે વાત તે આ જમાનામાં ઉદ્દઘાતમાં પણ સ્વીકારાયેલી છે. ઉપવાસમાં આ (પ્રસ્તુત). ગ્રંથને વિષય શો છે તેની પ્રાસંગિક વિગતે આપવામાં આવે છે, તેથી આ ગ્રંથની શરૂઆતમાં બતાવી હોય તે તેમાં કોઈ બેટું નથી, કારણ કે પૂર્વકાળમાં ઉપદુઘાત કે પ્રસ્તાવના લખવાનો રિવાજ નહોતે, પણ આપણે નામ સાથે કાંઈ સંબંધ નથી. વાંચનારને વસ્તુનિદેશ બરાબર કસવવામાં આવે, તે બહુ ઉપગી થઈ પડે છે, કારણ કે પિતાના રસ કે આવડત્તને અંગે સદર સદર ગ્રંથ વાંચવા કે નહિ તેને નિર્ણય કરવાને અંગે તે પ્રાસંગિક થઈ પડે છે. -
તેથી આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિદેશ—એ ત્રણે રીત અસલના લોકોએ - ડહાપણુથી સ્વીકારી હતી અને તે અંતપર્યન્ત પાળવામાં આવતી હતી. તેનું અનુસરણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે મુદ્રણની સગવડ થઈ ગયા પછી, જુદે જ ઉપઘાત લખાય, તેમાં કે પ્રસ્તાવનામાં જરૂરી વાત આવી જાય છે, પણ અસલની રીતિમાં વાંધો લેવા જેવી કઈ બાબત નથી.
આ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ બહુ મોટા માનવંતા લેખક હતા, તે તેમના ચરિત્રની ઉપલબ્ધ થતી હકીકતથી જણાશે. જૈનની નીતિને લગતી લગભગ બધી બાબત તેમણે વેધક રીતે ગ્રંથમાં દાખલ કરી છે. અને એક અનુકરણોગ્ય જેન નાગરિક બનવા માટે આ ગ્રંથના સાવંત અભ્યાસની જરૂર છે. ગ્રંથની શરૂઆતમાં ૨૪ જિનને નમસ્કાર–
नामेयायाः सिद्धार्थसजसूनुचरमाश्चरमदेहाः । पञ्चनवदश च दशविधधर्मविधिविदो जयाम्त जिनाः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org