________________
ઉમાસ્વાતિ મહારાજકૃત
પ્રશમરતિ
પ્રકરણ ૧લું : નમસ્કાર આ સંસ્કૃત કવિઓને એક નિયમ છે : ગ્રંથની પરિસમાપ્તિ નિર્વિને થાય તે માટે ગ્રંથની આદિમાં મંગળાચરણ કરવું જોઈએ. કાશીમજિયા વસ્તુનિર્દેશો વાર તમુહના એટલે ગ્રંથની શરૂઆતમાં કાં તે આશિષ આપવી, કાં તે કઈ ઈષ્ટદેવને નમસ્કાર કરે અને કાં તે પ્રસ્તુત ગ્રંથમાં છે વિષય આવવાને છે, તે જણાવવું. આ ત્રણ આશિષ, નમસ્કાર અને વસ્તુનિદેશ અથવા તેમને કોઈ એકાદ વિષય ગ્રંથની શરૂઆતમાં જણાવવાની શૈલી છે, પદ્ધતિ છે. આ વાતને શૈલી અથવા પદ્ધતિ કહેવાનું કારણ તર્કસંગ્રહની શરૂઆતમાં આપ્યું છે. તેઓ બેવડી દલીલ કરે છે કાદંબરી વગેરે ગ્રંથમાં બાણભટ્ટ નમસ્કાર કર્યો, છતાં તે ગ્રંથ તેનાથી પૂરો ન થઈ શક્યો; ગ્રંથ પૂરો થવા પહેલાં તેમનું મરણ થઈ ગયું અને તેટલા માટે નમસ્કાર નિરર્થક છે, એમ દલીલ ત્યાં કરી છે. અને અનેક લેખકોએ નમસ્કાર કે આશિષ કે વસ્તુનિર્દેશ વગર ગ્રંથ શરૂ કરી દીધે તેઓના દશકુમારચરિતાદિ ગ્રંથે પૂરા થઈ ગયાના દાખલા મોજૂદ છે. આથી બને રીતે નમસ્કાર કરવા છતાં ગ્રંથ પૂરે ન થ અને નકારાદિ ત્રણમાંથી એકે શિષ્ટ સંપ્રદાયનું અનુસરણ ન કરવા છતાં ગ્રંથ પૂરે થયે, એવા દાખલા છે. તેથી ન્યાયના લેખકે દલીલ કરી છે કે, નમસ્કારાદિ ત્રણે વાત અર્થ વગરની હેઈ નકામી છે. આ પણ એક જાતની દલીલ છે, પણ આપણે તે પ્રાચીન સંપ્રદાયમાં માનનારા હેઈ આ સાંપ્રદાયિક પદ્ધતિને અનુસરવાનું માનવાવાળા છીએ. ત્યારે શરૂઆતમાં ત્રણમાંથી એક વાત કરવાની પદ્ધતિને આપણે સ્વીકારીએ છીએ.
તેમાં પ્રથમ નમસ્કારની વાત કરીએ. ત્યાં પિતાને ઈષ્ટ કઈ પણ પુરુષ હોય, પિતાને જેના તરફ પૂજ્યભાવ હોય, પિતાના જે કઈ ઈષ્ટદેવ હોય, તેનું નામ શરૂઆતમાં લેવું અથવા પિતાના ઉપકારી ગુરુ કે અન્ય જે કોઈના આભાર તળે પિતે હોય તેને યાદ કરવા, એ શિષ્ટ સંપ્રદાય છે. અમુકને જ નમસ્કાર કરવો અને બીજાને નહિ એવી સાંકડ નથી. અનેક ગ્રંથમાં શંકર, બ્રહ્મા, વિષ્ણુ, શારદા (સરસ્વતી), જિન, તીર્થકર અથવા પિતાના ગુરુને યાદ કરવામાં આવે છે. અને ઉપકારીને શરૂઆતમાં નમસ્કાર કરે તે સારી વાત લાગે છે. મતઔદાર્યને કારણે તે પદ્ધતિ ખોટી નથી એમ લાગે છે.
આ ત્રણમાંની એક બાબત હેવી જ જોઈએ એ આગ્રહ ન રાખવો જરૂરી છે. અંગ્રેજી અનેક મોટા નવલે તથા ગ્રંથમાં આમાંનું કાંઈ હોતું નથી; વર્તમાન પદ્ધતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org