________________ ઉદીરણાકરણ * મન, વચન અને કાયા પરથી પોતાનું આધિપત્ય ઉઠાવીને ગુરુના આધિપત્યને સ્થાપન કરવું, તેનું નામ સમર્પણ. પાપસેવનનો કાળ અલ્પ છે, તેના ફળ ભોગવવાનો કાળ ઘણો છે. ઘણો છે. * બહારના ઉપયોગ માટેની દવા ભૂલથી પણ પેટમાં પધરાવાય તો મૃત્યુ થઈ જાય. તેમ ભૂલથી પણ ભૂલ થઈ જાય તો કર્મ સજા કરે. છ મહિનામાં એક વાર પણ જેના હૈયામાં સંવેગ પ્રગટ થતો નથી તેનું ચારિત્ર નિષ્ફળ છે. ચારિત્ર લેવા માત્રથી મોક્ષ નથી મળતો, પણ ચારિત્રને આરાધવાથી મોક્ષ મળે છે. સંયમમાં પ્રમાદ કરે તે સંયમપર્યાયભક્ષી કહેવાય, અર્થાત્ નિશ્ચયનયથી એટલો પર્યાય કપાઈ જાય. બીજાનું જે જોઈને આનંદ થાય તે આપણને મળે. બીજાનું જે જોઈને દુઃખ થાય તે આપણી પાસેથી જાય. જેનો સદુપયોગ કરીએ તે ભવિષ્યમાં વધુ મળે, જેનો દુરુપયોગ કરીએ તે ભવિષ્યમાં ન મળે. દુનિયામાં કોઈ આપણું ખરાબ કરતું નથી. કદાચ આગલા ભવનું દેવું બાકી હોય તો લઈ જાય છે.