________________ 230 કાળક્ષયથી પ્રતિપાત પ્રકૃતિઓની ગુણશ્રેણિ શેષકની ગુણશ્રેણિની સમાન કરે છે. શેષ કર્મો માટે ચઢતી વખતે જે કહ્યું હતું તે પડતી વખતે બધુ સમાન જાણવું. ક્ષપકશ્રેણિમાં ચઢતી વખતે જે સ્થાને જેટલો સ્થિતિબંધ થાય તેના કરતા ઉપશમશ્રેણિમાં ચઢતી વખતે તે જ સ્થાને બમણો સ્થિતિબંધ થાય છે. તેના કરતાં ઉપશમશ્રેણિથી પડતા તે જ સ્થાને બમણો સ્થિતિબંધ થાય છે. ક્ષપકશ્રેણિમાં ચઢતા જે સ્થાને અશુભપ્રકૃતિઓનો જેટલો રસ બાંધે તેના કરતા ઉપશમશ્રેણિમાં ચઢતા તે જ સ્થાને અશુભપ્રકૃતિઓનો અનંતગુણ રસ બાંધે છે. તેના કરતા ઉપશમશ્રેણિથી પડતા તે જ સ્થાને અશુભપ્રકૃતિઓનો અનંતગુણ રસ બાંધે છે. ક્ષપકશ્રેણિમાં ચઢતા જે સ્થાને શુભપ્રકૃતિઓનો જેટલો રસ બાંધે તેના કરતા ઉપશમશ્રેણિમાં ચઢતા તે જ સ્થાને શુભપ્રકૃતિઓનો અનંતમા ભાગ પ્રમાણ રસ બાંધે છે. તેના કરતા ઉપશમશ્રેણિથી પડતા તે જ સ્થાને શુભપ્રકૃતિઓનો અનંતમાં ભાગ પ્રમાણ રસ બાંધે છે. આમ પડતા પડતા ૬ઢા ગુણઠાણા સુધી આવે છે. દઢા-૭માં ગુણઠાણે હજારો વાર પરાવર્તન કરી કોઈ જીવ પમા ગુણઠાણે કે ૪થા ગુણઠાણે પણ આવે છે. અનંતાનુબંધી ૪ની ઉપશમના કરીને પણ ઉપશમશ્રેણિ મંડાય એવું માનનારના મતે કોઈક જીવ પડતા પડતા રજા ગુણઠાણે પણ આવે છે. ઉપશમશ્રેણિમાં ચઢતા કે પડતા મૃત્યુ પામે તો વૈમાનિક દેવ થાય. સાસ્વાદન ગુણઠાણે આવેલો જીવ પણ કાળ કરે તો વૈમાનિક