________________ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ 26 7 કરતો નથી. તે ઉપદેશેલા કે નહીં ઉપદેશેલા ખોટા પ્રવચનની શ્રદ્ધા કરે છે. (25) सम्मामिच्छद्दिट्ठी, सागारे वा तहा अणागारे / अह वंजणोग्गहम्मि य, सागारे होई नायव्वो // 26 // સમ્યમિથ્યાષ્ટિ જીવ સાકાર કે અનાકાર ઉપયોગમાં હોય છે. જો સાકાર ઉપયોગમાં હોય તો વ્યંજનાવગ્રહમાં હોય છે એમ જાણવું. (26) वेयगसम्मद्दिट्ठी, चरित्तमोहुवसमाए चिट्ठतो / अजओ देसजई वा, विरतो व विसोहिअद्धाए // 27 // વિશુદ્ધિકાળમાં રહેલો અવિરત, દેશવિરત કે સર્વવિરત ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ ચારિત્રમોહનીયની ઉપશમના શરૂ કરે છે. (27) अन्नाणाणब्भुवगम-अजयणाहिजओ अवज्जविरईए / एगव्वयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई // 28 // अणुमइविरओ य जई, दोण्ह वि करणाणि दोण्णि न उ तईयं / पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उप्पिं // 29 // અજ્ઞાન, અસ્વીકાર અને અયતનાથી અવિરત થાય છે. પાપની વિરતિથી એકવ્રતવાળાથી માંડીને છેલ્લો અનુમતિમાત્રને સેવનારો દેશવિરત થાય છે. અનુમતિથી પણ અટકેલ યતિ થાય છે. દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં બે કરણો (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ) હોય છે, ત્રીજુ (અનિવૃત્તિકરણ) હોતું નથી. બે કરણો પછી તેમની આવલિકા ઉપર અંતર્મુહૂર્તપ્રમાણવાળી ગુણશ્રેણિ થાય છે. (28, 29)