Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 282
________________ 26 5 કેમપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ આવલિકા બાકી હોય ત્યારે ક્રમશઃ આગાલવિચ્છેદ અને ઉદીરણાવિચ્છેદ થાય છે. (16, 17) मिच्छत्तुदए खीणे, लहए सम्मत्तमोवसमियं सो / लंभेण जस्स लब्भइ, आयहियमलद्धपुव्वं जं // 18 // મિથ્યાત્વમોહનીયનો ઉદય પૂર્ણ થયે છતે તે જીવ પથમિક સમ્યકત્વ પામે છે. જેની પ્રાપ્તિથી પૂર્વે નહીં મળેલ જે આત્મહિત તે મળે છે. (18) तं कालं बीयठिइं, तिहाणुभागेण देसघाइ त्थ / सम्मत्तं सम्मिस्सं, मिच्छत्तं सव्वधाईओ // 19 // તે સમયે બીજીસ્થિતિના રસભેદે ત્રણ ભેદ કરે છે. એમાં દેશઘાતી રસવાળા દલિકો તે સમ્યક્ત્વમોહનીયના છે અને સર્વઘાતી રસવાળા દલિકો મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયના છે. (19) पढमे समए थोवो, सम्पत्ते मीसए असंखगुणो / अणुसमयमवि य कमसो, भिन्नमुहुत्ता हि विज्झाओ // 20 // પહેલા સમયે સમ્યકૃત્વમોહનીયમાં થોડા દલિકો સંક્રમાવે અને મિશ્રમોહનીયમાં અસંખ્ય ગુણ દલિકો સંક્રમાવે. અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે ક્રમશઃ આ પ્રમાણે સંક્રમાવે છે. ત્યાર પછી વિધ્યાસક્રમ થાય છે. (20) ठिइरसघाओ गुणसेढी, विय तावं पि आउवज्जाणं / पढमठिईए एग-दुगावलिसेसम्मि मिच्छत्ते // 21 // જયાં સુધી ગુણસંક્રમ થાય ત્યાં સુધી આયુષ્ય સિવાયના સાત કર્મોના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ પ્રવર્તે છે.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298